કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

અથ એડવર્ટાઈઝ્મ!!


  • ક્યારેય એવું વિચાર્યુ છે કે સવારે ઉઠતાની સાથે જ અનેક અદમ્ય ચહેરાઓ માણસનો પીછો કરવાં લાગે છે,આ પ્રક્રિયા રાતે સૂતા સુધી ચાલે છે.માણસ બેસુધ છે,બેભાન છે.આ ચહેરાઓ લીટરલી 'ઈરીટેટ' કરે છે.વિજ્ઞાપનનાં જાણીતા-અજાણ્યાં અનેક ચહેરાઓ.
  • હું સવારે ઉઠીને બ્રશ લેવા માટે હાથ લંબાવુ ત્યાં ડર લાગે છે કે પેલી ન્યુઝ સર્વેયર આવીને પૂછશે તો કે"ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ?" સવારની ચા પીતી વખતે નવાબી ફીલ થઈ આવે અને "વાહ તાજ!"બોલી જવાય.ભલેને વાઘ-બકરી કે બીજી સસ્તી બ્રાંડ પીતાં હો.બિસ્કીટના પેકેટ પર ટાઈગર જોઈને કૈંક એવું સ્મરણ થાય કે "ટાઈગર ખાને વાલે બચ્ચે કભી બિમાર નહીં હોતે". નાહતી વખતે વોર્મ સ્ટ્રીમનું હૂંફાળું પાણી યાદ આવે અને તેમાં તંગ કપડાં પહેરીને શાવર લેતાં આદમી ઔર ઔરત.હરેક કી જરૂરત હમામ સાબુ."લાઈફબોય હૈ જહાં,તંદુરસ્તી હૈ વહાં"- આ સ્લોગન યાદ આવતું જ હોય ત્યાં એક ડોકટરનો ચહેરો નજર સામે આવે,તે પરીચીત થાય.ત્યાં અચાનક યાદ આવે કે આ સાહેબે એક શિખામણ આપી છે "૯૯% ડોકટર ખુદ ડેટોલ કા ઈસ્તેમાલ કરતે હૈ!" નાહી-પરવારીને કપડાં ફંફોસવા ત્યાં ચોંકી જાઉં એક ભૈ'શાબ આવીને કહે"ક્યું ચોંક ગયે?? ટાઈડ હો તો અસલી વ્હાઈટ હો" અને કબાટ નીચેથી એક ગંદા કપડાંવાળું ડર્ટી છોકરું મારાં કપડાં લઈને નીકળે.એને થેંક્સ બોલું તો કહે"કુછ અચ્છા કરને સે દાગ લગે તો દાગ અચ્છે હૈ! આ પીંજણ પૂરી કરીને મોબાઈલ શોધવા નીકળું ત્યાં પાછળ પેલું સફેદ કૂતરું પણ આવી રહ્યું હોય એમ ભાસ થાય.વોટ અન આઈડીયા સરજી! કહીને જુનિયર બચ્ચન આઈડીયા આપવાની પેરવી કરે ત્યાં રણબીર કપૂર કહે "કમ દામમેં જ્યાદા બાત-ડોકોમો કે સાથ" અને હું ડોકોમોપ્રેમી બની જાઉં.                                                                                                                                                    
  • વાળ ઓળીને તેલ નાખતી વખતે વિરાટ હેર જેલની સિફારીશ કરી જાય,અને દિપીકા,અનુષ્કા,રાણી,મહારાણી બદામ-આંબલાનાં ગુણગાન ગાવાં લાગે.શાંતિ આંબલાની શાંતિ ડ્રેન્ડ્ર્ફ સાથે વેર-વિખેર થવાં લાગે તે પહેલાં જોન અબ્રાહમ ટપકી પડે અને કહે "ગાર્નિયર ફ્રુક્ટીસ.લોંગ એન્ડ સ્ટ્રોંગ" શેની જાહેરાત હતી એ સમજું તે પહેલા કીંગ ખાન ખીજાવાં લાગે કે"મર્દ હોતે હુએ લડકીયો વાલી ફેરનેસ ક્રિમ??" હું કહું અલ્યા ભૈ મેં એકેય ફેરનેસ ક્રિમ નથી વાપરી.તો કહે "નેરોલેક ઈમપ્રેશન્સ ફોર યોર હોમ" મારે નથી જોતી નેરોલેકની ઈમપ્રેશન."શાહરૂખ અભી બના નહીં,બનના બાકી હૈ" એવો બકવાસ કરીને તે જાય.બાઈક સ્ટાર્ટ કરું ત્યાં સલમાન પ્રગટે "સુઝુકી હયાતે યું હી નહીં ચલાતે" ભઈલા તારે જે હલવવું હોય તે મને મારું સ્પલેન્ડર સ્ટાર્ટ કરવા દે.ત્યાં આખી ટોળી ચિચિયારીઓ,બરાડા અને પડકારા કરતી આવે અને મને કહે "હમ મૈં હૈ હીરો."ગાડી લઈને જતી વખતે એક ભૈ'શાબ હેલ્મેટ પહેરીને આવે અને ઓવરટેક કરી જાય થોડે દૂર એક મેડમ તેને ખીજાતાં જોવા મળે "દેખ કે નહીં ચલા સકતે ક્યાં? ઈતના બડા રોડ હૈ.મેરા બચ્ચા નહીં દેખા?? "અને સીએટ બાઈક ટાયર્સની જાહેરાત યાદ આવે.
  • અમદાવાદની ગરમીમાં બપોરે ઠંડુ પીવાની ઈચ્છા થાય ત્યાં તો કેટરીના દેવી સાક્ષાત "રસીયા!! કહીને આમસૂત્રા જેવી સ્લાઈસ લંબાવે.અને ઈન્ડિયન ટીમ પેપ્સીની બોટલનાં કેરેટ લઈને આવે.ત્યાં ઉપરથી ઠેકડો મારીને અક્ષય આવે અને કહે "એનીથીંગ ફોર થમ્સ અપ". હું કનફ્યુઝ્ડ.ડર કે આગે હી જીત હોતી હૈ.અને બે મિત્રો ચૂપચાપ આવીને સ્પ્રાઈટ આપી જાય. હું પી લઉં અને બધાં જ અવાક. બંને મિત્રો કહે "સીધી બાત નો બકવાસ"-ક્લીયર હૈ!.પરચૂરણની અવેજીમાં મેન્ટોસ દીમાગની બત્તી જલાવી આપે.અને ક્યારેક એવું પણ થાય કે "મેલોડી ઈતની ચોકલેટી ક્યું હોતી હૈ?"
  • રાતે થાક્યાં-પાક્યાં ઘરે મમ્મીનાં હાથની રસોઈ ખાતી વખતે સ્વગત બોલી જવાય "સ્વાદ મૈં બેસ્ટ,મમ્મી ઔર એવરેસ્ટ"

પૂર્ણ વિરામઃ
ખુશ્બુ હૈ ગુજરાત કી!


Share/Bookmark