કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

અથ એડવર્ટાઈઝ્મ!!

Comments

  • ક્યારેય એવું વિચાર્યુ છે કે સવારે ઉઠતાની સાથે જ અનેક અદમ્ય ચહેરાઓ માણસનો પીછો કરવાં લાગે છે,આ પ્રક્રિયા રાતે સૂતા સુધી ચાલે છે.માણસ બેસુધ છે,બેભાન છે.આ ચહેરાઓ લીટરલી 'ઈરીટેટ' કરે છે.વિજ્ઞાપનનાં જાણીતા-અજાણ્યાં અનેક ચહેરાઓ.
  • હું સવારે ઉઠીને બ્રશ લેવા માટે હાથ લંબાવુ ત્યાં ડર લાગે છે કે પેલી ન્યુઝ સર્વેયર આવીને પૂછશે તો કે"ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ?" સવારની ચા પીતી વખતે નવાબી ફીલ થઈ આવે અને "વાહ તાજ!"બોલી જવાય.ભલેને વાઘ-બકરી કે બીજી સસ્તી બ્રાંડ પીતાં હો.બિસ્કીટના પેકેટ પર ટાઈગર જોઈને કૈંક એવું સ્મરણ થાય કે "ટાઈગર ખાને વાલે બચ્ચે કભી બિમાર નહીં હોતે". નાહતી વખતે વોર્મ સ્ટ્રીમનું હૂંફાળું પાણી યાદ આવે અને તેમાં તંગ કપડાં પહેરીને શાવર લેતાં આદમી ઔર ઔરત.હરેક કી જરૂરત હમામ સાબુ."લાઈફબોય હૈ જહાં,તંદુરસ્તી હૈ વહાં"- આ સ્લોગન યાદ આવતું જ હોય ત્યાં એક ડોકટરનો ચહેરો નજર સામે આવે,તે પરીચીત થાય.ત્યાં અચાનક યાદ આવે કે આ સાહેબે એક શિખામણ આપી છે "૯૯% ડોકટર ખુદ ડેટોલ કા ઈસ્તેમાલ કરતે હૈ!" નાહી-પરવારીને કપડાં ફંફોસવા ત્યાં ચોંકી જાઉં એક ભૈ'શાબ આવીને કહે"ક્યું ચોંક ગયે?? ટાઈડ હો તો અસલી વ્હાઈટ હો" અને કબાટ નીચેથી એક ગંદા કપડાંવાળું ડર્ટી છોકરું મારાં કપડાં લઈને નીકળે.એને થેંક્સ બોલું તો કહે"કુછ અચ્છા કરને સે દાગ લગે તો દાગ અચ્છે હૈ! આ પીંજણ પૂરી કરીને મોબાઈલ શોધવા નીકળું ત્યાં પાછળ પેલું સફેદ કૂતરું પણ આવી રહ્યું હોય એમ ભાસ થાય.વોટ અન આઈડીયા સરજી! કહીને જુનિયર બચ્ચન આઈડીયા આપવાની પેરવી કરે ત્યાં રણબીર કપૂર કહે "કમ દામમેં જ્યાદા બાત-ડોકોમો કે સાથ" અને હું ડોકોમોપ્રેમી બની જાઉં.                                                                                                                                                    
  • વાળ ઓળીને તેલ નાખતી વખતે વિરાટ હેર જેલની સિફારીશ કરી જાય,અને દિપીકા,અનુષ્કા,રાણી,મહારાણી બદામ-આંબલાનાં ગુણગાન ગાવાં લાગે.શાંતિ આંબલાની શાંતિ ડ્રેન્ડ્ર્ફ સાથે વેર-વિખેર થવાં લાગે તે પહેલાં જોન અબ્રાહમ ટપકી પડે અને કહે "ગાર્નિયર ફ્રુક્ટીસ.લોંગ એન્ડ સ્ટ્રોંગ" શેની જાહેરાત હતી એ સમજું તે પહેલા કીંગ ખાન ખીજાવાં લાગે કે"મર્દ હોતે હુએ લડકીયો વાલી ફેરનેસ ક્રિમ??" હું કહું અલ્યા ભૈ મેં એકેય ફેરનેસ ક્રિમ નથી વાપરી.તો કહે "નેરોલેક ઈમપ્રેશન્સ ફોર યોર હોમ" મારે નથી જોતી નેરોલેકની ઈમપ્રેશન."શાહરૂખ અભી બના નહીં,બનના બાકી હૈ" એવો બકવાસ કરીને તે જાય.બાઈક સ્ટાર્ટ કરું ત્યાં સલમાન પ્રગટે "સુઝુકી હયાતે યું હી નહીં ચલાતે" ભઈલા તારે જે હલવવું હોય તે મને મારું સ્પલેન્ડર સ્ટાર્ટ કરવા દે.ત્યાં આખી ટોળી ચિચિયારીઓ,બરાડા અને પડકારા કરતી આવે અને મને કહે "હમ મૈં હૈ હીરો."ગાડી લઈને જતી વખતે એક ભૈ'શાબ હેલ્મેટ પહેરીને આવે અને ઓવરટેક કરી જાય થોડે દૂર એક મેડમ તેને ખીજાતાં જોવા મળે "દેખ કે નહીં ચલા સકતે ક્યાં? ઈતના બડા રોડ હૈ.મેરા બચ્ચા નહીં દેખા?? "અને સીએટ બાઈક ટાયર્સની જાહેરાત યાદ આવે.
  • અમદાવાદની ગરમીમાં બપોરે ઠંડુ પીવાની ઈચ્છા થાય ત્યાં તો કેટરીના દેવી સાક્ષાત "રસીયા!! કહીને આમસૂત્રા જેવી સ્લાઈસ લંબાવે.અને ઈન્ડિયન ટીમ પેપ્સીની બોટલનાં કેરેટ લઈને આવે.ત્યાં ઉપરથી ઠેકડો મારીને અક્ષય આવે અને કહે "એનીથીંગ ફોર થમ્સ અપ". હું કનફ્યુઝ્ડ.ડર કે આગે હી જીત હોતી હૈ.અને બે મિત્રો ચૂપચાપ આવીને સ્પ્રાઈટ આપી જાય. હું પી લઉં અને બધાં જ અવાક. બંને મિત્રો કહે "સીધી બાત નો બકવાસ"-ક્લીયર હૈ!.પરચૂરણની અવેજીમાં મેન્ટોસ દીમાગની બત્તી જલાવી આપે.અને ક્યારેક એવું પણ થાય કે "મેલોડી ઈતની ચોકલેટી ક્યું હોતી હૈ?"
  • રાતે થાક્યાં-પાક્યાં ઘરે મમ્મીનાં હાથની રસોઈ ખાતી વખતે સ્વગત બોલી જવાય "સ્વાદ મૈં બેસ્ટ,મમ્મી ઔર એવરેસ્ટ"

પૂર્ણ વિરામઃ
ખુશ્બુ હૈ ગુજરાત કી!


Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં કેટલાંક હાઈકૂ

Comments

બેસ્ટસેલીંગ લેખક,

આજ-કાલ ટહેલી રહ્યા છે, ઉદ્યાનોમાં

ફૂલો પોપ્યુલર થશે??



વહેલી સવારે જાગીને,

ઈર્ષ્યાપૂર્વક તે જુએ છે.શાંતિથી

સૂતાં બાળકોને.



તૂટી ચૂક્યા બંને

હતભાગી ટાવર્સ છતાં આસ-પાસ મળે

ગીધડાંનું ટોળું.



સોફો આળસુ બેઠો

તેના બંને શૂઝને કહે છે

દોડી આવોને.

~માઈકલ ઓગસ્ટીન

(ભાવાનુવાદઃહિરેન જોશી)

Share/Bookmark

જોલી આયા રે...

Comments
સુભાષ કપૂરની જોલી LLB એક વ્યંગાત્મક ફિલ્મ છે.સટાયર છે.ફિલ્મનાં વિટ્ટી ડાયલોગ્સ માત્ર તાળીઓ અને સીટીઓ માટે લખવામાં આવ્યાં નથી.તાળીઓ મેળવવા માટે ડાયલોગબાજી થતી નથી.દરેક ડાયલોગ્સ પ્રાસંગિક છે,અર્થપૂર્ણ છે.ફિલ્મનું એક દ્ર્શ્ય છે કે જેમાં થાકેલ જોલી ત્યાગી અને રાતનાં સમયે ફૂટપાથ પાસે પેશાબ કરવા જાય છે ત્યાં એક આધેડ આજીજી સ્વરે કહે છે કે "સાહબ થોડે ઉધર ખડે હો જાયેંગે?? યહાં હમારા પરીવાર સોતા હૈ!!" બીએમડબ્લ્યૂ,મર્સિડીઝ્માં સવારી કરનારાં અને કહેવાતાં સોફિસ્ટીકેટેડ ભારતીય રીચ પીપલને આ દ્ર્શ્ય બેતુકુ લાગી શકે છે.પણ જોલી LLB એ 'ઓનેસ્ટ બ્લડી ઈન્ડિયન'ની સ્ટોરી છે.આ ફિલ્મ એક એવું સટાયર છે કે નક્કી દર્શકોને કરવાનું છે કે રોવું,હસવું કે ગુસ્સે થવું.હિન્દી ફિલ્મોમાં વ્યંગના નામે હાસ્યનો જે રીતે કચ્ચરઘાણ નીકળે છે તેમાં આવી ફિલ્મો એક સદનસીબી કહી શકાય.જોલી LLB આદર્શવાદી ભારતીય સમાજમાં ગરીબી-અમીરીનાં ભેદને અને અમીરોનાં "કાયદો મારાં ખીસ્સામાં" જેવા વલણ પર પ્રહાર કરે છે.

અર્શદ વારસી,બોમન ઈરાની અને સૌરભ શુકલા-ત્રણેયનો એક્ટીંગ એક્સપીરીયન્સ દેખાય છે.કોઈપણ પાત્ર એકબીજાને ઓવરટેક કરવાની તાકમાં રહેતું નથી.નાનકડા એવાં રોલમાં રામ ગોપાલ વર્મા (સંજય મિશ્રા)હસાવી જાય છે.ફિલ્મમાં હિરોઈનનાં ભાગે ગીત સિવાય કશું કામ આવ્યું નથી.

ઓવરઓલ જોલી LLB એ હિન્દી ફિલ્મોમાં હાસ્યના નામે ચાલતી છીછરી ફિલ્મો કરતાં સુંદર છે.ફિલ્મનાં નિર્દેશક સુભાષ કપૂર એ કુંદન શાહ,સાંઈ પરાંજપે અને રાજકુમાર હિરાનીની કેટેગરીને આગળ લઈ જવા સક્ષમ છે.

નોટઃસુભાષ કપૂરની બેએક વર્ષ પહેલા આવેલી "ફંસ ગયે રે ઓબામા!" પણ અદ્દભૂત સટાયર છે.જોવા જેવી ખરી.

પૂર્ણ વિરામઃ

તેજેન્દર રાજપાલ(બોમન ઈરાની):અગર ફૂટપાથ પર સોયેંગે તો મરને કા રીસ્ક તો હૈ.

જોલી ત્યાગી(અર્શદ વારસી):ફૂટપાથ ગડીયોં ચલાને કે લિયે ભી નહીં બને હૈ.

Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં કાવ્યોનો ભાવાનુવાદ-3

Comments
કવિઓને ઓગસ્ટીને પૂછેલાં કેટલાક પ્રશ્નો

(૧)શું સંવેદનશીલ જગ્યાઓ પર

અહિંસાની,પ્રેમની કવિતાઓ બંદોબસ્ત ગોઠવી શકે??

(૨)ડૂબતાં માણસને કોઈક

સારી કવિતા સંભળાવીને બચાવી શકાય??

(૩)કવિતાઓને,ગઝલોને,સોનેટ્સને,હાઈકૂ અને પેલા પદ્યકારોને

મોંઘવારી નડે??(કંટાળીને કવિઓ થઈ ગયા ના દાખલા આ ભાઈએ નથી સાંભળ્યા લાગતા:) )

(૪)અશ્વેત,કાળાં,અછૂત મજૂરોને

કવિતાઓ લખવાથી મજૂરી મળશે??

(૫)જે દેશમાં એક દિવાલે લોકોને અલગ કર્યા(ઓગસ્ટીન જર્મન છે,અને બર્લિનની દિવાલ વિશે વાત કરી)

દેશને અસભ્ય ગણ્યો,પ્રજાને તરછોડી.તે દેશનાં એક બળવાખોર કવિની વાત.માનશે કોઈ??

~માઈકલ ઓગસ્ટીન

ભાવાનુવાદઃહિરેન જો
શી

Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં વધુ કેટલાંક કાવ્યો(કાવ્યપ્રશ્નો)..

Comments

માઈકલ ઓગસ્ટીનનાં કાવ્યોનો ભાવાનુવાદ-૨

કવિઓને ઓગસ્ટીને પૂછેલાં કેટલાંક પ્રશ્નો

(૧)અગર

કાવ્યસંગ્રહને ત્રાજવે તોળવામાં આવે,

અને કાંટો વજન બતાવે ૩૦૦ ગ્રામ!

તો વજન કોનું

કાગળનું? કે કાવ્યોનું??

(૨)કેટલી લાગત આવે?

એક કવિતા બનાવવવામાં??

(૩)દર મહિને કેટલી કવિતાઓ જોઈએ?

એક પરીવારનાં નિભાવખર્ચ માટે??

(૪)શું સૈનિકો કવિતાઓ સાંભળીને યુધ્ધે ચડે?

શૌર્ય રસની કવિતાઓનાં રચયિતાઓ માત્ર પાનો જ ચડાવી શકે??

(૫)'નાસા'નાં અંતરીક્ષ કાર્યક્ર્મમાં કવિઓનું શું યોગદાન?

બે-ચાર કવિઓને સ્પેસમાં મોકલે ખબર પડશે??

~માઈકલ ઓગસ્ટીન

ભાવાનુવાદ-હિરેન જોશી


Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં બે કાવ્યો..

Comments

માઈકલ ઓગસ્ટીનનાં બે કાવ્યોનો એક માથાફરેલ ગુજરાતીએ કરેલો ભાવાનુવાદ.
આ વ્યંગીબખડજંતર ઓગ્સ્ટીનની માફી સાથે.

(૧)નવયુગલનાં નવા લીધેલા ફલેટમાંથી

વારંવાર આવી રહ્યો છે વાસણો ખખડવાનો અવાજ,

.

.

છૂટાછેડાના વકીલોને ભવિષ્યમાં ચાંદી છે.

(૨)નાવ ઊંધી વળી ગઈ ડેમોક્રેટીક એલાયન્સની(આપણે કોંગ્રેસ વાંચવું)

જીવતેજીવ પરસેવો પાડીને નાવ ઘડનાર,

.

.

સુથારની લાશનો પત્તો નથી.

~માઈકલ ઓગ્સ્ટીનની રચનાઓ-

ભાવાનુવાદ-હિરેન જોશી


Share/Bookmark