કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

જોલી આયા રે...

સુભાષ કપૂરની જોલી LLB એક વ્યંગાત્મક ફિલ્મ છે.સટાયર છે.ફિલ્મનાં વિટ્ટી ડાયલોગ્સ માત્ર તાળીઓ અને સીટીઓ માટે લખવામાં આવ્યાં નથી.તાળીઓ મેળવવા માટે ડાયલોગબાજી થતી નથી.દરેક ડાયલોગ્સ પ્રાસંગિક છે,અર્થપૂર્ણ છે.ફિલ્મનું એક દ્ર્શ્ય છે કે જેમાં થાકેલ જોલી ત્યાગી અને રાતનાં સમયે ફૂટપાથ પાસે પેશાબ કરવા જાય છે ત્યાં એક આધેડ આજીજી સ્વરે કહે છે કે "સાહબ થોડે ઉધર ખડે હો જાયેંગે?? યહાં હમારા પરીવાર સોતા હૈ!!" બીએમડબ્લ્યૂ,મર્સિડીઝ્માં સવારી કરનારાં અને કહેવાતાં સોફિસ્ટીકેટેડ ભારતીય રીચ પીપલને આ દ્ર્શ્ય બેતુકુ લાગી શકે છે.પણ જોલી LLB એ 'ઓનેસ્ટ બ્લડી ઈન્ડિયન'ની સ્ટોરી છે.આ ફિલ્મ એક એવું સટાયર છે કે નક્કી દર્શકોને કરવાનું છે કે રોવું,હસવું કે ગુસ્સે થવું.હિન્દી ફિલ્મોમાં વ્યંગના નામે હાસ્યનો જે રીતે કચ્ચરઘાણ નીકળે છે તેમાં આવી ફિલ્મો એક સદનસીબી કહી શકાય.જોલી LLB આદર્શવાદી ભારતીય સમાજમાં ગરીબી-અમીરીનાં ભેદને અને અમીરોનાં "કાયદો મારાં ખીસ્સામાં" જેવા વલણ પર પ્રહાર કરે છે.

અર્શદ વારસી,બોમન ઈરાની અને સૌરભ શુકલા-ત્રણેયનો એક્ટીંગ એક્સપીરીયન્સ દેખાય છે.કોઈપણ પાત્ર એકબીજાને ઓવરટેક કરવાની તાકમાં રહેતું નથી.નાનકડા એવાં રોલમાં રામ ગોપાલ વર્મા (સંજય મિશ્રા)હસાવી જાય છે.ફિલ્મમાં હિરોઈનનાં ભાગે ગીત સિવાય કશું કામ આવ્યું નથી.

ઓવરઓલ જોલી LLB એ હિન્દી ફિલ્મોમાં હાસ્યના નામે ચાલતી છીછરી ફિલ્મો કરતાં સુંદર છે.ફિલ્મનાં નિર્દેશક સુભાષ કપૂર એ કુંદન શાહ,સાંઈ પરાંજપે અને રાજકુમાર હિરાનીની કેટેગરીને આગળ લઈ જવા સક્ષમ છે.

નોટઃસુભાષ કપૂરની બેએક વર્ષ પહેલા આવેલી "ફંસ ગયે રે ઓબામા!" પણ અદ્દભૂત સટાયર છે.જોવા જેવી ખરી.

પૂર્ણ વિરામઃ

તેજેન્દર રાજપાલ(બોમન ઈરાની):અગર ફૂટપાથ પર સોયેંગે તો મરને કા રીસ્ક તો હૈ.

જોલી ત્યાગી(અર્શદ વારસી):ફૂટપાથ ગડીયોં ચલાને કે લિયે ભી નહીં બને હૈ.

Share/Bookmark