કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

વાસેપુરની વુમનિયા

હિંદી સિનેમા માટે નવાં-નવાં પ્રયોગોની આ મોસમ છે.હાલમાં જ આવેલી અનુરાગ કશ્યપ દિગ્દર્શીત "ગેંગ્સ ઓફ વાસેપુર"આવી જ એક પ્રયોગશીલ ફિલ્મ છે.બિહાર-ઝારખંડના પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ તેના વાર્તા નાવિન્ય અને  કહાનીની માવજતની દ્ર્ષ્ટીએ તો અલગ છે જ પરંતુ ફિલ્મનું સંગીત પણ તેની નવિનતાને લીધે લોકજીભે ચડેલું છે.
વુમનિયા પરીદ્ર્શ્ય

ઓહ..વુમનિયા,,આહ..વુમનિયા,બિહાર કે લાલા...જેવા સરળ અને હ્ર્દયસ્પર્શી ગીતો માટે અનુરાગ કશ્યપ અને ફિલ્મનાં સંગીત નિર્દેશક સ્નેહા ખાનવાલકર ખરેખર અભિનંદનને પાત્ર છે."ગેંગ્સ"ના ગીતો સરળ રીતે લોકજીભે ચઢવાનું મુખ્ય કારણ એ છે કે દરેક ગીત 'ચટની મ્યુઝીક' ના ઉપયોગ દ્વારા બનાવવામાં આવ્યું છે.ચટની મ્યુઝીક એ બિહાર-ઝારખંડની પરંપરાગત શૈલીની બોલીથી પ્રભાવિત છે.ચટની મ્યુઝીક એટલે ઢોલક,હારમોનિયમ જેવા પરંપરાગત વાદ્યોનો જ ઉપયોગ કરીને બનાવાતું સુમધુર સંગીત.
'ગેંગ્સ'ની યુવાન મ્યુઝીક ડાયરેકટર સ્નેહા ખાનવલકર


ચટની મ્યુઝીક સાથેનાં ગીતો મોટાભાગે ભોજપુરી,હિંદી અને ક્યારેક અંગ્રેજી ભાષામાં હોય છે.મુખ્ય તંતુવાદ્ય તરીકે ધાનતાલ નામનાં ઢોલક કૂળનાં વાદ્યનો ઉપયોગ થાય છે.ચટની મ્યુઝીક યુ.પી,બિહારથી વેસ્ટ ઈન્ડિઝ ગયેલાં હિંદીઓનાં જીવનનો એક હિસ્સો છે તેમ પણ કહી શકાય.મૂળ ભોજપુરી મૂળનાં લોકોએ દેશ-પરદેશ જઈને પણ આ સંગીતને જીવંત રાખ્યું.ચટની મ્યુઝીકનાં શબ્દો મુખ્યત્વે ભોજપુરી ભાષામાં જ હોય છે.

ધાનતાલ પર તાલ મેળવી રહેલો કલાકાર


'ગેંગ્સ'માં ગીતકાર તરીકે પોતાની જવાબદારી બખૂબી નિભાવનાર વરૂણ ગ્રોવર પણ ભોજપુરી છે.આ ફિલ્મનાં ગીતો લખવાં માટે તેમણે સંગીત નિર્દેશક સાથે ચટની મ્યુઝીક અંગે રીચર્સ કર્યું અને પરંપરાગત ચટની મ્યુઝીકમાં થોડો ફેરફાર પણ કર્યો ,અલબત્ત શાબ્દિક રીતે ગીતોને ભોજપુરી અને હિંદી-અંગ્રેજી મિશ્રિત શબ્દોનાં વાઘા જ રાખ્યાં.ફિલ્મનાં સંગીત રેકોર્ડીંગ વેળા અનુરાગ પણ સ્ટુડિયોમાં જ રહેતા.જરૂરી સૂચનો કરતાં.'આઈટમ હંટર' ગીતનો આઈડિયા અનુરાગનો જ હતો.



ફિલ્મનાં એક દ્ર્શ્યમાં અભિનેત્રી હુમા કુરૈશી
તમે હજુ સુધી 'ચટની મ્યુઝીક'થી પરિચીત ના થયાં હો તો આજે જ 'ગેંગ્સ'ની વુમનિયા સાંભળી લેજો,બિહાર કે લાલા સાંભળી લેજો :)

Share/Bookmark

2 ટિપ્પણી(ઓ) :: વાસેપુરની વુમનિયા

  1. Blog very nice compliments

  2. Thanks

ટિપ્પણી પોસ્ટ કરો