|
રવિ કિશન |
હિંદી ફિલ્મ એજંન્ટ વિનોદના શરૂઆતી દ્ર્શ્યોમાં ભારતીય જાસૂસી સંસ્થા 'રો'ના એક એજંન્ટ નામે રાજન તરીકે એક પાત્ર નજરે પડે છે.થોડાક દ્ર્શ્યો પછી તે પાત્રનું કામ પુરૂં થઈ જાય છે,પરંતુ તે ફિલ્મ વિશે વિચારતા તે અભિનેતા અને પાત્ર સતત નજર સમક્ષ આવે છે.ભલે પાત્રાલેખન નાનું હતું પરંતુ સબળ હતું.એવી જ રીતે થોડાંક સમય પહેલા આવેલી ફિલ્મ
4084માં એક એવું સબળ પાત્ર તેની નોંધપાત્ર હાજરી નોંધાવતું રહ્યું.નસરુદ્દીન શાહ,અતુલ કુલકર્ણી અને કે.કે મેનન જેવા થિયેટરોમાં અભિનય કરીને ઘડાયેલાં કલાકારોની વચ્ચે આ કલાકારે પોતાની હાજરી સ્ટ્રોંગ્લી પુરવાર કરી બતાવી.
જીં હાં,,ઉપર ઉલ્લેખ કરેલી બંને હિંદી ફિલ્મોમાં એક બાબત કોમન છે અને તે છે ભોજપુરી સુપરસ્ટાર બિહારી લાલા"રવિ કિશન".રવિ કિશને બંમ્બૈયા દર્શકોને ક્યારેય એવું લાગવાં નથી દીધું કે તે ભોજપુરી સુપરસ્ટાર છે.રવિ કિશન ભોજપુરી ફિલ્મોના રાજ્જા છે પરંતુ તેની અભિનય ક્ષમતાનું પ્રમાણ મળે છે હિંદી ફિલ્મોમાં.શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'વેલકમ ટુ સજ્જનપુર' હોય કે મણિરત્નમની 'રાવણ' દરેક હિંદી ફિલ્મોમાં રવિ કિશન એ જ સહજતાથી અભિનય કરે છે.
ભોજપુરી ટુ હિંદી