કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

ગૌહાટીકાંડઃએક બોધપાઠ

હિંદુસ્તાન અજબ-ગજબનો દેશ છે.જે ઘટનાઓ રોજ-બરોજ ઘટતી હોય તે ટીવી કે મીડીયામાં આવે એટલે તેની અસર શરૂ થઈ જાય.કોઈ પણ હાલી-મવાલી પોતાનો અમૂલ્ય ઓપીનીયન આપીને ઘટનાનું એનાલીસીસ કરવા લાગે.ચારે બાજુ ચર્ચાઓ થવા લાગે,રામ રાજ્યમાં કંઈક ના બનવાનું બની ગયુ તેવો ભાસ ઊભો થાય.

દયા તો પેલાં આઠ-દસ વ્યક્તિઓની આવે જેઓ ટીવી પર આવવા માટે હિરોગીરી કરવાં જતા મફતમાં વિલન બની ગયાં.સમ્રગ ઘટનાનું મુખ્ય પાત્ર હતી પેલી કથિત ત્રાસીત છોકરી કે જે મધરાતે આઠ-દસ પુરૂષોની અડફેટે ચઢી ગઈ હતી.પરંતુ એક વાત ખૂબ જ મહત્વની છે કે તે છોકરી શરાબી છે,અને બાર ગર્લને સારી કહેવડાવે તેવા ધંધા કરે છે.સસ્તી પબ્લિસીટી માટે કરેલા સ્ટંટનું પરીણામ અત્યારે પેલા આઠ-દસ છોકરાઓ ભોગવે છે.તેમને ફાંસી દેવાની વાત થાય છે.

ફાંસી દેવી જ હોય તો તે ચેનલના રીપોર્ટરને આપો જેણે સમ્રગ ઘટનાને બીજે દિવસે મસાલા સાથે ચેનલ પર રજૂ કરી.ફાંસી આપવી જ હોય તો તે કેમેરામેનને આપો જેણે નશામાં ધૂત બાર-બાળાની સસ્તી પબ્લિસીટી માટે પેલા આઠ-દસ લોકોનો હાથાં તરીકે ઉપયોગ કર્યો.આ ઘટનાં ઉદાહરણ બનવી જોઈએ જેથી કોઈ રીપોર્ટર હિરો બનવાની કે આમ નાગરીકો ટીવી પર આવવાની લાલચને કારણે સાર્વજનિક સ્થળ પર કોઈ સાથે ક્ષોભજનક વ્યવહાર ના થાય.

ટીવી પર આવેલા ફૂટેજમાં સચ્ચાઈ એ છે કે હાજર રહેલા વ્યક્તિઓમાંથી કોઈએ પણ છોકરીની સાથે છેડતીની કોશીશ નથી કરી.નશામાં ધૂત છોકરી પેલા પુરૂષોને ઉકસાવી રહી હતી,શરમજનક વ્યવહાર કરવાં માટે.

મહિલા મુક્તિ મોર્ચા વાળા કે વુમન રાઈટ્સ વાળા એવી બૂમરાણ મચાવશે કે સ્ત્રીઓને પણ હરવા-ફરવાનો,સ્વતંત્ર રીતે વર્તવાનો(દારૂ પીવાનો) પૂરતો અધિકાર છે.કોઈ છોકરીગમે તેટલાં ટૂંકા વસ્ત્રો પહેરે,ડાંસ કરે,લોકોને સીડ્યુસ કરે.કોઈ પુરૂષને તે સ્ત્રીને હાથ અડકાડવાનો હક થોડો મળી જાય??-જવાબ છે સ્ત્રીઓ કાંઈ શની-શિંગણાપુરની સ્ટેટ બેંક થોડી છે કે તેના દરવાજા ખુલ્લાં હોય તોપણ શનિ ભગવાનની બીકે કોઈ ચોર ત્યાં ચોરી કરવાની હિંમત ના કરે.ઈતિહાસ સાક્ષી છે કે પુરૂષપ્રધાન સમાજમાં ભલે નારી શક્તિ ઝીંદાબાદનાં નારા લાગતા હોય પણ જ્યારે કોઈ સ્ત્રી તેની મર્યાદા ચૂકી ગઈ છે ત્યારે પુરૂષો ઈમાનદારી દાખવી શક્યાં નથી.એવા સમયે ઈમાનદારી દાખવવી જરૂરી પણ નથી.આવું નાટક તો પુરાણોના સમયથી ચાલ્યું આવે છે,જ્યારે અપ્સરાઓ ૠષિમુનિઓને સીડ્યુસ કરતી.'આ બૈલ મુજે માર' વાળી કહેવત મુજબ જ.

તખ્તાઓ બદલી દો,તાજ બદલી દો,બેઈમાન સમાજ બદલી દો.પરંતુ જ્યારે-જ્યારે સ્ત્રીઓ તેની મર્યાદા ચૂકશે ત્યારે-ત્યારે એક ગૌહાટીકાંડ થવાનો અંદેશો મળશે.

Share/Bookmark

4 ટિપ્પણી(ઓ) :: ગૌહાટીકાંડઃએક બોધપાઠ

  1. હીરેનભાઇ, તમારી ડાયરી બહુ ગમી.સરસ માહિતી પીરસો છો. પણ આ તમે અન્ય ભાષાઓમાં અનુવાદનું ગેડગેટ ક્યાંથી લાવ્યા? મારો બ્લોગ વાર્તાલાપ પણ બ્લોગસ્પોટના પ્લેટફોર્મ પર જ છે. તામીલ અન્ય ભાષામાં તર્જૂમો બરાબર થાય છે કએ નહિ તેની તમે ચોકસાઇ કરી છે?

  2. કોઈપણ સ્ત્રી ક્ષણિક આવેગમાં આવી જઈને (એ પણ દારૂ પીધેલી હાલતમાં) પુરૂષને સીડ્યુસ કરવાની કોશીશ કરે ત્યારે પુરૂષ જો સારા ઘરનો હોય તો કદાચ હેમખેમ બચી પણ જાય.પરંતુ જે જગ્યાએ આ ઘટના ઘટી છે ત્યાં રાતે ૨ વાગે કોઈ પુરૂષ સારા ઘરનો ના હોય તે સ્વાભાવિક વાત છે.

    વળી મેં ક્યાંય પેલા પુરૂષોની તરફદારી કરી નથી.તેમને અક્કલનો છાંટો નહોતો(વળી તેમાનાં બે-ત્રણ) છાંટો પાણી કરી ચૂકેલાં હતાં.તો આવી પરીસ્થિતીમાં કોઈ પુરૂષને સીડ્યુસ કરવામાં આવે તો તેનું પરીણામ તો ખરાબ જ આવે ને?? અને તમે ફૂટેજ ના જોયું હોય તો હજુ પણ જોઈ લેજો તેમાં કોઈ પણ પુરૂષ તે સ્ત્રીની છેડતી કરવાની કોશીશ કરતો નથી.સ્ત્રી નશામાં ધૂત થઈને પોતાના કપડાં ફાડી રહી છે.પુરૂષોને સીડ્યુસ કરી રહી છે.પુરૂષો હસી રહ્યા છે.કેમેરામેન આ કાંડને કંડારી રહ્યો છે.

    મારો એક જ સવાલ છે કે જે સ્ત્રી રાતે દારૂ પી ને,છાકટી થઈને સસ્તી પબ્લિસીટી મેળવવા આવા ધમપછાડા કરી શકે છે.તે જ સ્ત્રી આ ક્લીપ મીડીયામાં આવી તે પછી જાહેરમાં કેમ આવતી નથી?? એકાએક ગાયબ થઈ જાય છે.પોતે સ્વતંત્ર મિજાજી છે માટે દારૂ પીધો કે ટૂંકા વસ્ત્રો પહેર્યા એવું સ્ટેટમેન્ટ આપવાની કોણ આ પાડે છે??-જવાબ એક જ છે જે સ્ત્રી કેમેરામાં દેખાય છે તે ગૌહાટીની બાર-ડાન્સર છે.તેનાં માટે સેક્સ્યુઅલ સીડક્શનની કોશીશ કે નશો કરવો એ સહજ વાત છે.

  3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
  4. ભજમન ભાઈ,તમારી ટીપ્પણી બદલ આભાર.બ્લોગની મુલાકાતે આવતા રહેજો.ઈન્ડિક સ્ક્રીપ્ટના વિજેટ માટેનો કોડ ની માહિતી રવિ રતલામીના બ્લોગમાંથી(raviratlami.blogspot.com) મળી છે.કોપી-પેસ્ટ કરી લેજો.આ વિજેટમાં દરેક ભાષામાં અનુવાદ થાય છે.

    તમે સાવરકુંડલાના છો તે માહિતી "વાર્તાલાપ" માંથી મળી.હું મહુવાનો છું એ નાતે તમારો પડોશી ગણાઉં.આવતા રહેજો વ્હાલાં :)

    આ કોડને તમારાં બ્લોગનાં HTML/Javascript વિજેટમાં કોપી-પેસ્ટ કરી નાંખવો(URL બદલી નાંખવુ)

ટિપ્પણી પોસ્ટ કરો