કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

Humpty Sharma Ki Dulhania

Comments
હમ્પટી શર્મા અને તેની દુલ્હનીયાં બકવાસ,બંડલ અને ફ્લોપ ફિલ્મોમાં એક ઔર ફિલ્મનો વધારો કરે છે.પપ્પાએ કમાયેલાં પૈસાનો બગાડ કરવો હોય તો જઈ અવાય.

હમ્પટી ઉર્ફે રાકેશ શર્મા(વરૂણ ડેવિડ ધવન) ફાઈનલ યર ગ્રેજ્યુએશનનો સ્ટુડન્ટ છે.તેને ભણવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી(વાહ!!) હમણાં આવેલી મૂવિ 'મૈં તેરા હીરો'નાં નાયકની જેમ કોઈ નિશ્ચિત 'ગોલ' નથી,એમ્બીશન નથી. તે વિદ્યા બુક સ્ટોરનો 'એકલૌતો વારીસદાર' અને ગૂડ એટ હાર્ટ છે.હાર્ટથી ગૂડ તો દરેક હિન્દી ફિલ્મનો હીરો હોય છે.છોકરીઓ એવાં જ લોકોનાં પ્રેમમાં પડે! કાવ્યા પ્રતાપ સિંહ(આલીયા ભટ્ટ) એ ફિલ્મનો બીજો નમૂનો! તેનાં મેરેજ અંગદ બેદી થવાનાં હોય છે,પહેરવાં સારી સાડી ગમતી નથી કાવ્યાને કરીના કપૂરની જેવો 'ડિઝાઈનર લહેંગો' લેવો છે. ફેમીલાવાળા તેના આ નખરાંને ના પાડી દે છે.પેલી અવળચંડાય કરીને ૫ લાખ રૂપિયાનો જુગાડ કરે છે. જીનીયસ...!!

તો, એ અંબાલાથી દિલ્હી આવે છે.રસ્તામાં હમ્પટી'ડા સાથે મુલાકાત થાય છે.લવ. દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેની કોપી...!!

આલીયા ભટ્ટ અને વરૂણ ધવન આ બંનેમાં એઝ અન એકટર થોડો ગ્રોથ દેખાય છે.કેટલાંક સીનમાં લાઉડ હોય છે.વરૂણ ધવન એ સલમાન ખાન,ગોવિંદા અને રણબીર કપૂરની જનરેશનને આગળ વધારે છે.આલીયા ભટ્ટને એટલુંજ કહેવાનું કે 'યુ આર ફલેટ બ્યુટી' ફિગર સાથે કંઈ ચેડાં નહીં કર તો આગલી જનરેશનની 'સોનમ કપૂર' બનતાં વાર નહીં લાગે..!!

ફિલ્મનો ડિરેકટર એ DDLJ થી બહુ જ ઓબ્સેસ્ડ દેખાય છે.બોલીવૂડ મૂવિમાં ઓરીજનલ કથાવસ્તુની અપેક્ષા રાખવી પણ અતિશયોક્તિ જ છે.ફિલ્મમાં સ્ટોરી બેઠી ઉઠાવી લેવાય છે,પંજાબી વેડીંગથી હિન્દી ફિલ્મો કયારે બહાર આવશે?? પંજાબી ગીતો, પંજાબી મહેંદી, હલ્દી,ખાના-બજાનાં.ડાયલોગ્સ ચીપ છે.મ્યુઝિક ડિરેકટરોએ સારૂં કામ કર્યું છે.

===> વરૂણ-આલીયા આવતીકાલનાં જુવાનીયાવંને શાહરૂખ-કાજોલ સાથે સરખાવી શકાય?? કોઈ શાહરૂખખાન કે કાજોલને રીપ્લેસ ના કરી શકે.આ સર્વવિદીત છે.તમે એ લોકોને રીસ્પેક્ટ ના આપો તો કંઈ નહિં પણ દરેક ગ્રેટ સ્ટોરીની રીમેક કે ઉઠાંતરી કરીને તેઓની ઈન્સલ્ટ તો ના કરો.

છેલ્લે, હમપ્ટી શર્માની દુલ્હનીયા થિયેટરમાં જોઈને જોવાં માટેનાં તમારાં પૈસા ડિઝર્વ કરતી નથી.ટીવી પ્રિમીયરમાં કાં ડાઉનલોડ કરીને જોઈ લો.

પૂર્ણવિરામઃ

પુનિત મલ્હોત્રા કે શંશાક ખૈતાન જેવાં નવાં ડિરેકટરો ધર્મા પ્રોડકશનને નુકશાન કરાવે છે અને એ ખોટ ભરપાઈ કરવાં ફરીથી કરણ જોહરે એકા'દ ફિલ્મ ડિરેક્ટ કરવી પડે છે!


Share/Bookmark
Comments

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
-રાજેન્દ્ર શુક્લ

પ્રેમમાં હોઈએ ત્યારે મૌન રહેવું એ રૂઠવાની એક કળા છે.ભરી સભામાં મૌન બેસી રહેનારા માટે ભર્તૂહરિએ 'નિતીશતક'માં અજ્ઞાની શબ્દ વાપર્યો છે.મૌનમાંથી અર્થ સરતો હોય તો મૌન રહેવું સારૂં છે.વાણી અને મૌન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.જેને ક્યાં કેવું બોલવું એ આવડતું નથી એને ક્યારે મૂંગા રહેવું એ પણ ના સમજાય! પત્નીનું મૌન કે અબોલા પતિ માટે એલર્ટ હોય છે તો માતા-પિતાનું મૌન ક્યારેક સંતાનોને અવળે માર્ગે ચડવી દે.અબોલા કે કિટ્ટા થવું એ મૌન નથી જ.મૌન પર બળજબરીપૂર્વકનો અત્યાચાર એ અબોલા! ફલાણી વ્યકતિએ ઉધાર પાછા વાળ્યા નથી, પેલી છોકરી રોજ મારી સાથે બસમાં હોય છે, ઓફિસમાં સહકર્મચારી મારી સાથે ખપપૂરતી જ વાત કરે છે.સામેવાળી વ્યક્તિ મને ભાવ ના આલે તો હું શું કામ તેમની સાથે બોલું?? આ મૌન નથી.

સોક્રેટીસ પાસે આવીને એક યુવાને કહ્યું, ‘મારે પ્રખર વક્તા થવું છે. મારી વાકપ્રતિભા વિકસે એ માટે આપ શું માર્ગદર્શન આપશો ?
સોક્રેટીસે કહ્યું :‘મૌન રહેતાં શીખો. મૌન રહેશો તો જ બીજાને સાંભળતા શીખશો.'

માણસ મૌન હોવો જોઈએ અને તેનું કામ બોલવું જોઈએ.મૌન એ યોગ છે.ઘણી વખત મૌન ઓગળી જાય કે અબોલા છૂટે પછી માણસ વરસતો હોય છે.ભીંજાતો હોય છે.લથબથ થતો હોય છે.તમારી પોતાની અંગત વ્યક્તિ નારાજ હોય ત્યારે પ્રયાસ કરી જોજો.વાણી એ બગીચો છે.આ બગીચામાં શબ્દોરૂપી ફૂલ ખિલે છે.

અમુક સાધુબાવાઓ ખાલીખોટાં મૌન વ્રતો ધારણ કરીને બેસી જાય છે.વધુ ભક્તગણ મેળવવાની લાલચમાં કે દક્ષિણા મેળવવા આવું સગવડિયું મૌન પાળતાં હોય છે.મૌનને સબટાઈટલ્સ રાખવાની જરૂર છે.વડીલોનું મૌન પાછળની પેઢીને અકળાવી શકે છે.અમુક સિધ્ધેશ્વરો પ્રતિષ્ઠાની ભૂખ માટે બકવાસ કર્યા કરતાં હોય છે તો અમુક માણસો મર્યા બાદ સમ્રગ પંથકમાં ખબર પડે કે તેઓ કેટલો મહાન આત્મા હતાં.સારાં માણસોને જીભ વડે 'માર્કેટીંગ' કરવાની જરૂર પડતી નથી.

ફેસબુક,ટ્વીટર,બ્લોગ્સ અને નેટયુગમાં મૌન આકાર બદલે છે.કોઈ બાબતમાં ટપ્પો ના પડતો હોય તેમાં ટીકા-ટીપ્પણી ના કરીએ એ મૌન જ ગણાય.અહીં માઉથ શટ જ રહે છે પરંતુ હાથનાં આંગળા ઝાલ્યાં ના રહે! મૌન શીખવું જોઈએ.જે ના સમજાય ત્યાં લાઈક પણ શું લેવાં આપવી?? કમેન્ટમાં ઉતરીને યુધ્ધ કરવું તો બહુ દૂરની વાત છે.

કેટલાંક મૌન અંગેનાં શેર,મુક્તકો ગોત્યાં છે-------------

આજે ય અંતરાલમાં પડઘા શમી ગયા
આજે ય મૌન જીતી ગયું જંગ શબ્દનો
- અમૃત ‘ઘાયલ’

ડૂબી ગયો અવાજ એ શબ્દના સાગરેને
આ કિનારે મૌનના પડઘા રહી ગયા
- રમેશ શાહ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
- આદિલ મંસુરી

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી
- હરીન્દ્ર દવે

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !
- ડૉ. વિવેક ટેલર

રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
-રઈશ મનીયાર

Share/Bookmark
Comments
જેફ બેઝોસ નામનાં 'સરફિરા' એ ૧૯૯૪માં ઘરની પાછળના ખખડધજ ગેરેજમાં એક ઓનલાઈન સ્ટોરની શરૂઆત કરી.પ્રારંભિક કાળે ખૂબ જ મુશ્કેલી અનુભવી.ઓનલાઈન વેચવાનો કે ખરીદ કરવાનો ખ્યાલ આજથી ૧૮ વર્ષ પહેલાં કેટલો મુશ્કેલ હશે! છતાં જેફે હિંમત હાર્યા વિના સ્ટોર ચાલુ રાખ્યો.બરાબર એક વર્ષ બાદ ૧૯૯૫માં પહેલાં પુસ્તકનું ઓનલાઈન વેચાણ થયું.એક વર્ષ માટે ઓનલાઈન સ્ટોર લગભગ મૃતઃપાય ચાલ્યો.૧૯૯૭ના વર્ષે જેફને મહત્વની ઉપલબ્ધિ મળી.કંપની આઈપીઓમાં લીસ્ટેડ બની.૨૦૦૦ સુધીમાં જેફે ગેરેજમાં જે ઓનલાઈન સ્ટોરનો પાયો નાંખ્યો હતો,એ એમેઝોન.કોમ વિશ્વીની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની હતી.

૧૯૭૬માં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નીક બંને એ ભેગાં મળીને એક ટ્રાયલ વર્ઝ્ન જેવું કમ્પ્યૂટર એસેમ્બલ કર્યું.સ્થાનિક લોકલ કંપનીનાં માલિક ઈર્વિનને બંને સ્ટીવ ની ધગશ પર વિશ્વાસ બેઠો અને તેણે એસેમ્બલ અંકે ૫૦૦ ડોલર પૂરા આપીને ખરીદ્યુ.એપલ કંપનીનો પાયો નંખાયો.પ્રાંરભિક સફળતાથી પોરસાઈને સ્ટીવ બંધુઓએ એવાં ૫૦ કમ્પ્યૂટર્સ એસેમ્બલ કરીને વેચ્યાં.આ માટે તેઓની કામચલાઉ ફેકટરી પણ હતી સ્ટીવ જોબ્સના ઘરની પાછળ આવેલું ભાડે લીધેલું જૂનુ ખખડધજ મોટર ગેરેજ!

કેલીફોર્નિયામાં ડિઝનીલેન્ડથી એકાદ ક્લાકના રસ્તે ડિઝની ચેનલનાં પ્રણેતા વોલ્ટ ડિઝનીનાં મામાનું ગામ.એ જગ્યાએ રોય અને વોલ્ટ ડિઝ્ની બંને ભાઈઓને કાર્ટૂન ફિલ્મ બનાવવાનો તરંગી વિચાર આવ્યો.એન્જિનીયર મામાના ઘરથી થોડે દૂર જૂનું ખખડધજ ગેરેજ કમ કારખાનું હતું.માલિક હતો લોકલ ન્યૂઝપેપર પ્રકાશક.ગેરેજ ભાડે લેવાયું અને પ્રથમ પ્રોજેક્ટ 'એલીસ ઈન વન્ડરલેન્ડ' મૂર્તિમંત થવા લાગ્યો,પેલું ગેરેજ ડિઝનીલેન્ડનું સાક્ષી થવાનું હતું.

માત્ર ૨૦-૨૨ વર્ષનાં બે મેકેનીકલ એન્જિયરો વિલીયમ હાર્લી અને આર્થર ડેવિડસન.બંનેમાંથી એકે'યનું ભણવામાં મન ના લાગે.ભણવાનાં કેટલાંક ક્લાસ બંક મારી બંને જણાં હાર્લીનાં દાદાએ બનાવેલાં મોટરસાયકલ ગેરેજમાં બેસે.ગપ્પાં ચાલે.એક દિવસ ગ્રાહકની નવીનક્કોર સાયકલમાં ભારે સ્ટ્રોક એન્જિન બેસાડવાનો તરંગી ખ્યાલ આવ્યો.નવરાં ને કામ મળ્યું.દાદાએ એક સેક્ન્ડ હેન્ડ બાઈક સ્પોન્સર કરી.દિનરાત ગેરેજમાં મહેનત અને રેસ્ટ ઈઝ હિસ્ટરી.૧૯૦૩માં હાર્લી-ડેવિડસનનું પહેલું મોડેલ આવ્યું.પેલું ગેરેજ મ્યૂઝીયમ બની ગયું છે ઉપર લખ્યું "હાર્લી-ડેવિડસન મોટર કંપની'!!

પૂર્ણ વિરામઃ

લેરી પેજ અને સર્ગે બ્રિન નામનાં બે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ્સ.રાતોરાત અમીરાત મેળવવાનાં સપનાં.ભણવામાં ધ્યાન નહી.લેકચરનો ટાઈમ એક પ્રોજેક્ટને ફાળવેલો.ચાલુ કોલેજે ત્રણ મિત્રો સુઝાન વ્જોસીકીનાં જૂનાં ગેરેજમાં એક કમ્પ્યૂટર પર પ્રોજેક્ટ કરે.એ પ્રોજેક્ટ વર્ષો પછી મારાં,તમારાં સૌના રોજીંદા ઈન્ટરનેટ વર્કનો મુખ્ય સોર્સ બની રહેવાનો હતો,યસ ધેટ પ્રોજેક્ટ વોઝ 'ગૂગલ'!

Share/Bookmark

આ અઠવાડિયે જોયેલી બે ફિલ્મો..

Comments
આલા રે આલા માણિયા આલા....-શૂટઆઉટ એટ વડાલા

જ્હોન અબ્રાહમ એઝ અન એકટર સુધરતો જાય છે.ડાયલોગ્સનો અતિરેક થયો છે,અનીલ 'જ્ક્કાસ'કપૂર ખખડી ગયેલો પોલીસ લાગે છે.ત્યાં સંજય દત્તની ખોટ વર્તાઈ.આ કંગના રાનાવત નામની નાયિકાને(અ-નાયિકા) જ્યારે પણ ફિલ્મોમાં જોઉં ત્યારે થાય છે કે બોલિવૂડમાં 'લાગવગ' અને 'કાસ્ટીંગ કાઉચ'જેવું કંઈક તો હશે જ.તેને 'એક થી ડાયન' જેવા રોલ સ્યૂટ થાય છે.તુષાર કપૂર 'ગોલમાલ' સિવાય ક્યાંય ચાલે તેમ નથી,એ ભોજપુરી ગેંગ્સ્ટર લાગે છે.સ્ટોરી-સ્ક્રિન પ્લે એવરેજ.સોંગ્સ બકવાસ.અને કાળા કપડાવાળી બબલી બદમાશ નહીં પણ 'બકવાસ'લાગે છે.

ઓવરઓલ શૂટઆઉટ એટ લોખંડવાલાની સિક્વલ તેની મૂળ ફિલ્મ જેવો જાદૂ પાથરી નહીં શકે.જો જ્હોન ના ફેન હો,સન્ની લિયોનને જોવી હોય(?) અને ટાઈમપાસ કરવો હોય તો જઈ આવો.-તમારા પૈસે. ;)




સુન રહા હૈ ના તું,રો રહા હૂ મૈં--આશિકી ૨

સાલ ૧૯૯૦માં આવેલી 'આશિકી' ફિલ્મે કેટલા લોકોની કરીયર બનાવી હતી?-ફિલ્મની 'લીડ પેર' રાહુલ રોય અને અનુ અગ્રવાલ.મ્યુઝિક ડીરેકટર નદીમ-શ્રવણ.ગાયક-કુમાર શાનુ અને અનુરાધા પૌંડવાલ .ફિલ્મ નવાં-સવાં એકટર્સ સાથે પણ બનાવી શકાય અને હીટ પણ કરી શકાય.આશિકી આજે પણ દિલમાં વસેલી છે.હું જ્યારે આશિકી-૨ જોવા ગયો ત્યારે આ જ પ્રશ્ન ઘૂમરાતો હતો કે શું આ ફિલ્મ "આશિકી" વાળો જાદૂ ફરીથી પાથરી શકશે?-વેલ,નવી "આશિકી"જૂની ફિલ્મ કરતા જરાય ઊણી ઊતરતી નથી.આદિત્ય રોય-કપૂર(સિધ્ધાર્થ રોય કપૂર નો ભાઈ,વિદ્યા બાલનનો દિયર) અને શ્રધ્ધા કપૂર(બેટી ઓફ આઉઉઉ શક્તિ કપૂર)ની કેમેસ્ટ્રી આ ફિલ્મનું હાર્દ છે,તો ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મનો 'સોલ' છે.રાહુલ જયકરની પ્રસિધ્ધી અને પડતીને ડિરેકટરે સ્ક્રિનવાઈઝ સરસ રીતે દર્શાવી છે.ઈન્ટરવલ પછી થોડીવાર ફિલ્મ થોડીક "બોરીંગ"બનતી જણાય છે.ફિલ્મનાં ગીતો હજી પણ મોંઢે ચડેલા છે ;)...ટૂંકમાં ફિલ્મ જોવા જેવી ખરી.

Share/Bookmark

આદમી કમજોર છે

Comments
ચારે કોર શોર છે,

આદમી કમજોર છે.

નસો ફૂલી છે,

હાંફ ચડી છે.

તો'ય એક જોર છે.-આદમી કમજોર છે.

ગફલતોએ ઘેરેલો,

આદતોથી ડરેલો,

એ મોતથી લડેલો.

જેની તૂટવા આવી જીવનડોર છે-આદમી કમજોર છે.

ખુદથી ઘૂંટાતો,

રોતો અને વલખાતોં,

ચાલ્યો ઘરભણી અથડાતો,

જેની જીંદગી કાંટાળો થોર છે-આદમી કમજોર છે.

Share/Bookmark

અથ એડવર્ટાઈઝ્મ!!

Comments

  • ક્યારેય એવું વિચાર્યુ છે કે સવારે ઉઠતાની સાથે જ અનેક અદમ્ય ચહેરાઓ માણસનો પીછો કરવાં લાગે છે,આ પ્રક્રિયા રાતે સૂતા સુધી ચાલે છે.માણસ બેસુધ છે,બેભાન છે.આ ચહેરાઓ લીટરલી 'ઈરીટેટ' કરે છે.વિજ્ઞાપનનાં જાણીતા-અજાણ્યાં અનેક ચહેરાઓ.
  • હું સવારે ઉઠીને બ્રશ લેવા માટે હાથ લંબાવુ ત્યાં ડર લાગે છે કે પેલી ન્યુઝ સર્વેયર આવીને પૂછશે તો કે"ક્યા આપકે ટૂથપેસ્ટ મેં નમક હૈ?" સવારની ચા પીતી વખતે નવાબી ફીલ થઈ આવે અને "વાહ તાજ!"બોલી જવાય.ભલેને વાઘ-બકરી કે બીજી સસ્તી બ્રાંડ પીતાં હો.બિસ્કીટના પેકેટ પર ટાઈગર જોઈને કૈંક એવું સ્મરણ થાય કે "ટાઈગર ખાને વાલે બચ્ચે કભી બિમાર નહીં હોતે". નાહતી વખતે વોર્મ સ્ટ્રીમનું હૂંફાળું પાણી યાદ આવે અને તેમાં તંગ કપડાં પહેરીને શાવર લેતાં આદમી ઔર ઔરત.હરેક કી જરૂરત હમામ સાબુ."લાઈફબોય હૈ જહાં,તંદુરસ્તી હૈ વહાં"- આ સ્લોગન યાદ આવતું જ હોય ત્યાં એક ડોકટરનો ચહેરો નજર સામે આવે,તે પરીચીત થાય.ત્યાં અચાનક યાદ આવે કે આ સાહેબે એક શિખામણ આપી છે "૯૯% ડોકટર ખુદ ડેટોલ કા ઈસ્તેમાલ કરતે હૈ!" નાહી-પરવારીને કપડાં ફંફોસવા ત્યાં ચોંકી જાઉં એક ભૈ'શાબ આવીને કહે"ક્યું ચોંક ગયે?? ટાઈડ હો તો અસલી વ્હાઈટ હો" અને કબાટ નીચેથી એક ગંદા કપડાંવાળું ડર્ટી છોકરું મારાં કપડાં લઈને નીકળે.એને થેંક્સ બોલું તો કહે"કુછ અચ્છા કરને સે દાગ લગે તો દાગ અચ્છે હૈ! આ પીંજણ પૂરી કરીને મોબાઈલ શોધવા નીકળું ત્યાં પાછળ પેલું સફેદ કૂતરું પણ આવી રહ્યું હોય એમ ભાસ થાય.વોટ અન આઈડીયા સરજી! કહીને જુનિયર બચ્ચન આઈડીયા આપવાની પેરવી કરે ત્યાં રણબીર કપૂર કહે "કમ દામમેં જ્યાદા બાત-ડોકોમો કે સાથ" અને હું ડોકોમોપ્રેમી બની જાઉં.                                                                                                                                                    
  • વાળ ઓળીને તેલ નાખતી વખતે વિરાટ હેર જેલની સિફારીશ કરી જાય,અને દિપીકા,અનુષ્કા,રાણી,મહારાણી બદામ-આંબલાનાં ગુણગાન ગાવાં લાગે.શાંતિ આંબલાની શાંતિ ડ્રેન્ડ્ર્ફ સાથે વેર-વિખેર થવાં લાગે તે પહેલાં જોન અબ્રાહમ ટપકી પડે અને કહે "ગાર્નિયર ફ્રુક્ટીસ.લોંગ એન્ડ સ્ટ્રોંગ" શેની જાહેરાત હતી એ સમજું તે પહેલા કીંગ ખાન ખીજાવાં લાગે કે"મર્દ હોતે હુએ લડકીયો વાલી ફેરનેસ ક્રિમ??" હું કહું અલ્યા ભૈ મેં એકેય ફેરનેસ ક્રિમ નથી વાપરી.તો કહે "નેરોલેક ઈમપ્રેશન્સ ફોર યોર હોમ" મારે નથી જોતી નેરોલેકની ઈમપ્રેશન."શાહરૂખ અભી બના નહીં,બનના બાકી હૈ" એવો બકવાસ કરીને તે જાય.બાઈક સ્ટાર્ટ કરું ત્યાં સલમાન પ્રગટે "સુઝુકી હયાતે યું હી નહીં ચલાતે" ભઈલા તારે જે હલવવું હોય તે મને મારું સ્પલેન્ડર સ્ટાર્ટ કરવા દે.ત્યાં આખી ટોળી ચિચિયારીઓ,બરાડા અને પડકારા કરતી આવે અને મને કહે "હમ મૈં હૈ હીરો."ગાડી લઈને જતી વખતે એક ભૈ'શાબ હેલ્મેટ પહેરીને આવે અને ઓવરટેક કરી જાય થોડે દૂર એક મેડમ તેને ખીજાતાં જોવા મળે "દેખ કે નહીં ચલા સકતે ક્યાં? ઈતના બડા રોડ હૈ.મેરા બચ્ચા નહીં દેખા?? "અને સીએટ બાઈક ટાયર્સની જાહેરાત યાદ આવે.
  • અમદાવાદની ગરમીમાં બપોરે ઠંડુ પીવાની ઈચ્છા થાય ત્યાં તો કેટરીના દેવી સાક્ષાત "રસીયા!! કહીને આમસૂત્રા જેવી સ્લાઈસ લંબાવે.અને ઈન્ડિયન ટીમ પેપ્સીની બોટલનાં કેરેટ લઈને આવે.ત્યાં ઉપરથી ઠેકડો મારીને અક્ષય આવે અને કહે "એનીથીંગ ફોર થમ્સ અપ". હું કનફ્યુઝ્ડ.ડર કે આગે હી જીત હોતી હૈ.અને બે મિત્રો ચૂપચાપ આવીને સ્પ્રાઈટ આપી જાય. હું પી લઉં અને બધાં જ અવાક. બંને મિત્રો કહે "સીધી બાત નો બકવાસ"-ક્લીયર હૈ!.પરચૂરણની અવેજીમાં મેન્ટોસ દીમાગની બત્તી જલાવી આપે.અને ક્યારેક એવું પણ થાય કે "મેલોડી ઈતની ચોકલેટી ક્યું હોતી હૈ?"
  • રાતે થાક્યાં-પાક્યાં ઘરે મમ્મીનાં હાથની રસોઈ ખાતી વખતે સ્વગત બોલી જવાય "સ્વાદ મૈં બેસ્ટ,મમ્મી ઔર એવરેસ્ટ"

પૂર્ણ વિરામઃ
ખુશ્બુ હૈ ગુજરાત કી!


Share/Bookmark

માઈકલ ઓગસ્ટીનનાં કેટલાંક હાઈકૂ

Comments

બેસ્ટસેલીંગ લેખક,

આજ-કાલ ટહેલી રહ્યા છે, ઉદ્યાનોમાં

ફૂલો પોપ્યુલર થશે??



વહેલી સવારે જાગીને,

ઈર્ષ્યાપૂર્વક તે જુએ છે.શાંતિથી

સૂતાં બાળકોને.



તૂટી ચૂક્યા બંને

હતભાગી ટાવર્સ છતાં આસ-પાસ મળે

ગીધડાંનું ટોળું.



સોફો આળસુ બેઠો

તેના બંને શૂઝને કહે છે

દોડી આવોને.

~માઈકલ ઓગસ્ટીન

(ભાવાનુવાદઃહિરેન જોશી)

Share/Bookmark