કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

Humpty Sharma Ki Dulhania

હમ્પટી શર્મા અને તેની દુલ્હનીયાં બકવાસ,બંડલ અને ફ્લોપ ફિલ્મોમાં એક ઔર ફિલ્મનો વધારો કરે છે.પપ્પાએ કમાયેલાં પૈસાનો બગાડ કરવો હોય તો જઈ અવાય.

હમ્પટી ઉર્ફે રાકેશ શર્મા(વરૂણ ડેવિડ ધવન) ફાઈનલ યર ગ્રેજ્યુએશનનો સ્ટુડન્ટ છે.તેને ભણવામાં કોઈ ઈન્ટરેસ્ટ નથી(વાહ!!) હમણાં આવેલી મૂવિ 'મૈં તેરા હીરો'નાં નાયકની જેમ કોઈ નિશ્ચિત 'ગોલ' નથી,એમ્બીશન નથી. તે વિદ્યા બુક સ્ટોરનો 'એકલૌતો વારીસદાર' અને ગૂડ એટ હાર્ટ છે.હાર્ટથી ગૂડ તો દરેક હિન્દી ફિલ્મનો હીરો હોય છે.છોકરીઓ એવાં જ લોકોનાં પ્રેમમાં પડે! કાવ્યા પ્રતાપ સિંહ(આલીયા ભટ્ટ) એ ફિલ્મનો બીજો નમૂનો! તેનાં મેરેજ અંગદ બેદી થવાનાં હોય છે,પહેરવાં સારી સાડી ગમતી નથી કાવ્યાને કરીના કપૂરની જેવો 'ડિઝાઈનર લહેંગો' લેવો છે. ફેમીલાવાળા તેના આ નખરાંને ના પાડી દે છે.પેલી અવળચંડાય કરીને ૫ લાખ રૂપિયાનો જુગાડ કરે છે. જીનીયસ...!!

તો, એ અંબાલાથી દિલ્હી આવે છે.રસ્તામાં હમ્પટી'ડા સાથે મુલાકાત થાય છે.લવ. દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેની કોપી...!!

આલીયા ભટ્ટ અને વરૂણ ધવન આ બંનેમાં એઝ અન એકટર થોડો ગ્રોથ દેખાય છે.કેટલાંક સીનમાં લાઉડ હોય છે.વરૂણ ધવન એ સલમાન ખાન,ગોવિંદા અને રણબીર કપૂરની જનરેશનને આગળ વધારે છે.આલીયા ભટ્ટને એટલુંજ કહેવાનું કે 'યુ આર ફલેટ બ્યુટી' ફિગર સાથે કંઈ ચેડાં નહીં કર તો આગલી જનરેશનની 'સોનમ કપૂર' બનતાં વાર નહીં લાગે..!!

ફિલ્મનો ડિરેકટર એ DDLJ થી બહુ જ ઓબ્સેસ્ડ દેખાય છે.બોલીવૂડ મૂવિમાં ઓરીજનલ કથાવસ્તુની અપેક્ષા રાખવી પણ અતિશયોક્તિ જ છે.ફિલ્મમાં સ્ટોરી બેઠી ઉઠાવી લેવાય છે,પંજાબી વેડીંગથી હિન્દી ફિલ્મો કયારે બહાર આવશે?? પંજાબી ગીતો, પંજાબી મહેંદી, હલ્દી,ખાના-બજાનાં.ડાયલોગ્સ ચીપ છે.મ્યુઝિક ડિરેકટરોએ સારૂં કામ કર્યું છે.

===> વરૂણ-આલીયા આવતીકાલનાં જુવાનીયાવંને શાહરૂખ-કાજોલ સાથે સરખાવી શકાય?? કોઈ શાહરૂખખાન કે કાજોલને રીપ્લેસ ના કરી શકે.આ સર્વવિદીત છે.તમે એ લોકોને રીસ્પેક્ટ ના આપો તો કંઈ નહિં પણ દરેક ગ્રેટ સ્ટોરીની રીમેક કે ઉઠાંતરી કરીને તેઓની ઈન્સલ્ટ તો ના કરો.

છેલ્લે, હમપ્ટી શર્માની દુલ્હનીયા થિયેટરમાં જોઈને જોવાં માટેનાં તમારાં પૈસા ડિઝર્વ કરતી નથી.ટીવી પ્રિમીયરમાં કાં ડાઉનલોડ કરીને જોઈ લો.

પૂર્ણવિરામઃ

પુનિત મલ્હોત્રા કે શંશાક ખૈતાન જેવાં નવાં ડિરેકટરો ધર્મા પ્રોડકશનને નુકશાન કરાવે છે અને એ ખોટ ભરપાઈ કરવાં ફરીથી કરણ જોહરે એકા'દ ફિલ્મ ડિરેક્ટ કરવી પડે છે!


Share/Bookmark