કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

Comments
ટી.વી પર રાજેશ ખન્નાની એક મૂવિનું સોન્ગ"યે પબ્લિક હૈ સબ જાનતી હૈ" આવી રહ્યું છે. જાહેરાત દરમિયાન રીમોટ દેવ દ્વારા ચેનલને ફેરવવામાં આવે છે.અવળચંડી ન્યૂઝ ચેનલ પર પગ સ્થિર(આંગળીઓ) થાય છે.આ ન્યૂઝ ચેનલ જાણે અન્ના હજારેના આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ બનાવવું તેવા સંકલ્પ સાથે મેદાને પડી હોય તેવું લાગે છે.કોઈ ઘેટાં જેવો,ચશ્મા પહેરેલો,કાળો કોટ લટકાડેલો એન્કર સતત બફાટ કરે છે.તેના બફાટનો સાર એ છે કે અન્ના હજારે ઉપર હવે લોકોને વિશ્વાસ નથી,લોકો અન્ના અને તેની મંડળીથી દૂર ભાગી રહ્યા છે...વગેરે-વગેરે.દરેક ન્યૂઝ ચેનલો જે કોર્પોરેટ હાઉસીઝ દ્વારા સંચાલિત છે તેમાં ક્યા અન્ના કા જાદૂ ઢલ ગયા??,આજ કેજરીવાલ કા રાજ ખૂલેગા,કહાં ગયા જનસૈલાબ?? એવા ભળતા નામોથી ન્યૂઝ બનાવવાની હોડ લાગી છે.અન્ના ઉપર અને તેના સાથીઓ ઉપર આક્ષેપો થાય છે.નેગેટીવ રીપોર્ટીંગ થાય છે.ખિલ્લી ઉડાવાય છે.આ ન્યૂઝ ચેનલો દ્વારા લોકોને અન્નાના આંદોલનમાં ના શામેલ થવાની આડકતરી અપીલો પણ કરાય છે.
ખુર્શીદ,દિગ્વિજ્ય સિંહ,નારાયણ સામીનાં એઝ એક્સ્પેક્ટેડ સ્ટેટ્મેન્ટના ફૂટેજ સવાર-સાંજ બતાવાય છે.
દેખ તેરે ભારત કી હાલત ક્યા હો ગઈ ગાંધી??


ટીમ અન્નાનું આંદોલન ચાલતું રહે છે.ત્રણ દિવસ એટલે કે ૨૫-૨૬ અને ૨૭ ઓગસ્ટ રાહ જોયા પછી ચોથે દિવસે ૨૮ ઓગસ્ટની સવારે ૭૫ વર્ષનો વૃદ્ધ ગાંધીવાદી નાછૂટકે ઉપવાસનું શસ્ત્ર ઉપાડવાં મજબૂર થઈ જાય છે. અન્નાની આંદોલનને અનેક દ્ર્ષ્ટિથી જોવાની કોશિશો ચાલું જ છે.સામે પક્ષે ખાનગી ટી.વી ચેનલો અને અખબારોમાં બેફામ દુષ્પ્રચાર ચાલું છે.

જન લોકપાલ આંદોલન માત્ર લોકપાલ માટેનું આંદોલન મટીને અન્ના સહયોગી વિરુધ્ધ અન્ના વિરોધીઓ સુધી સીમિત થઈ ગયું છે.લોકપાલ અભેરાઈ પર ચડી ગયું છે.આંદોલનની પવિત્રતા ખોવાઈ ગયી છે,બયાનબાજીઓ થઈ રહી છે.એક બાજુ ટીમ અન્ના કોંગ્રેસના ૧૫ મંત્રીઓ પાસે સ્વીચબેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે તેનો ખુલાસો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ આ આંદોલનને ૨૦૧૪ની ચૂંટણી માટેનો એક સ્ટંટ બતાવી રહી છે.

કેજરીવાલ ઓન ફાયરઃબોલે તો જાણે આગઝરે!


ટીમ અન્નાનો વાણી-વિલાસ પણ સમ્રગ આંદોલનની ચર્ચાસ્પદ બાબત છે.એવું બની શકે કે અરવિંદ કેજરીવાલ સહિતના સભ્યોએ ઉઠાવેલાં મુદ્દા સાચાં હોય પરંતુ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલતી વખતે તેના ફળ ભોગવવાની પણ તૈયારીઓ રાખવી જોઈએ.ટીમ અન્નાના એક સભ્ય કંઈક બોલે છે તો બીજો કંઈક અલગ નિવેદન આપી દે છે,સ્વાભાવિક છે કે આ લોકોનું વ્યાપારિક સંગઠન નથી કે બધાનો વિચાર એક જ હોય છે.પરંતુ વિરોધીઓને મોકળું મેદાન મળી જાય છે.

લોકો બધુ જાણે છે છતાંય ચૂપ છે-જનતાની આ ચૂપકિદીને બાજીગર સરકાર વિજય માની રહી છે,પરંતુ આ તો યુદ્ધ પહેલાની શાંતિ જણાય આવે છે.જંતર-મંતર પર ઉપવાસ માટે ભલે એકલા અન્ના જ બેઠા હોય પરંતુ આ દેશમાં અનેક પરીવારો રોજ ઉપવાસ કરે છે,બે ટંકનું ભોજન તેમને નસીબ નથી.

 

Share/Bookmark

પાની રે પાની તેરા રંગ કૈસા??

Comments
આમિર ખાનનાં સત્યમેવ જયતે શો માં આજે પાણી અંગેનો મુદ્દો ગંભીર રીતે સમજાવવામાં આવ્યો.પવિત્ર નદીઓનાં દેશ માથે પાણીનું ભયંકર સંકટ તોળાઈ રહ્યુ છે.દેશમાં હજારો ગામડાંઓ ઉસ્માનનગરની જેમ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી માટે ૫-૧૦ કિલોમીટરની સફર એ તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.પાણી માટે મારપીટ થાય છે,ખૂન-ખરાબાં થાય છે.હત્યાઓ થાય છે.પાણીનો રંગ લાલ થાય છે.નિર્મલ પાણી કોઈના મોતનું કારણ બની શકે છે તે કલ્પના પણ કેટલી આઘાતજનક છે!

ગામડાંઓની હાલત આ છે તો શહેરોની પરીસ્થિતી કંઈ વધુ સારી નથી.મુંબઈને પાણી પુરૂ પાડતાં ભાતસા,તુલસી વગેરે ડેમો પણ ડચકાં ખાય છે.સમયસર વરસાદ ના આવવાનાં કારણે ખેડૂતો અને અન્ય શ્રમજીવી લોકોની હાલત દયાજનક થઈ ચૂકી છે.દિલ્હી,બેંગ્લુરૂની મ્યુનિસીપાલીટી કુત્રિમ વરસાદ વરસાવવાનું આયોજન કરી રહી છે જેથી પાણીની વિકટ સમસ્યાનો કંઈક ઉકેલ આવે.

સત્યમેવ જયતેમાં દર્શાવાયું તેમ મહારાષ્ટ્રના ૫૦૦૦ ગામડાઓની જીવનશૈલી પાણીના ટેન્કરો ઉપર આધારીત છે.જે દિવસે ટેન્કર આવે તે દિવસે લોકોને બધા કામો છોડીને પાણી માટે લાઈનમાં લાગી જવું પડે છે.બિહારમાં ખેતરમાંથી પાણીની ચોરી રોકવા માટે ખેડૂતોએ બંદૂકો ઉઠાવવી પડી છે.પાણી માટે એકબીજા રાજ્યો ઝઘડી રહ્યા છે.

યમુના,ગંગા જેવી મુખ્ય નદીઓની હાલત ગંધાતી ગટરો જેવી બદતર થઈ ગઈ છે.૧૫૦૦ કિલોમીટર લાંબી યમુના નદીનો ૭૦૦ કિમીનો વિસ્તાર 'ડાર્ક ઝોન'જાહેર થઈ ચૂક્યો છે.મતલબ કે એ વિસ્તારનું પાણી માણસ તેમજ અન્ય સજીવો માટે ઝેર સમાન છે.વૃંદાવનમાં યમુના-જળનું ચરણામૃત લેવાય છે,જેમાં ૭૦-૮૦% પાણી દિલ્હીની ગંધાતી ગટરોનો કૂડો-મેલ હોય છે.એવી જ હાલત બનારસમાં ગંગા નદીની છે.ગંગા,યમુનાનું ઐતિહાસીક મહત્વ છે,તેની હાલત આપણે કચરાટોપલી જેવી કરી નાંખી છે.લગભગ દરેક મોટી નદીઓની હાલત એ જ છે.

કરોડો વર્ષોનાં ભૂસ્ખલન અને અનેક પ્રક્રિયાઓ બાદ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેનું ઉપલું પડ દાધિયા જેવું બન્યું.ઉપરની માટીનું આવરણ વરસાદનાં પાણીને જમીનનાં નીચેનાં પડમાં સાચવી રાખતું હતું.નીચેના 'અંડરગ્રાઉન્ડ તળાવો'માં આ પાણીનો સંગ્રહ થતો હતો.આ સાહજીક પ્રક્રિયા સામે યક્ષપ્રશ્ન ત્યારે ઊભો થયો જ્યારે માનવી કોંક્રિટના રવાડે ચઢ્યો! કોંક્રિટના રસ્તાઓ,મકાનો જમીનના ઉપલા પડને પાણી શોષવાની પ્રક્રિયામાં અંતરાય બનવા લાગ્યાં.અધૂરામાં પૂરુ માણસે જમીનની અંદરથી પાણી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ.બોરવેલ,કૂવાઓ વગેરે ઉપાયોને કારણી જમીને ચારણી બનાવી દીધી.

પૃથ્વી પર ૭૧% પાણી છે તે વાત આપણે જાણીએ છીએ.પરંતુ આ ૭૧%માંથી માત્ર ૩% પાણી પીવા લાયક છે અને તેમાં પણ ૨.૩% પાણી બરફના સ્વરૂપે છે.એ રીતે જોઈએ તો ૭૦૦ કરોડ માણસો અને અન્ય કરોડો સજીવો માટે ૧.૭% પાણી ખરેખર ઉપયોગી છે.હાલત ત્યારે બદતર થઈ જાશે જ્યારે સતત વધતી જતી વસ્તીની આડ-અસરો,કારખાનાં-મીલોનાં ગંધાતા પાણીના પાપે નદીઓ,તળાવોનું પાણી પીવાલાયક કે દૈનિક ક્રિયાઓ માટે ઉપયોગ કરવાને લાયક નહી રહે.

શું થશે ત્યારે??

ત્યારે એક બાલદી પાણી માટે ખૂન થશે.બહારગામ ગયેલાં પડોશીના બંધ મકાનમાંથી બે દિવસના વાસી પાણીની ચોરી થશે.દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૨ દિવસ જ નાહવાનું તેવો વટહુકમ બહાર પડશે.પાણી બચાવો વિધેયક પાસ થશે.ચૂંટણી જીતવા માટે દરરોજ પાણી સપ્લાઈના પોકળ છતાંય લાલચી ઢંઢેરાઓ પીટાશે.સમાચારપત્રોના પાનાંઓ પાણી અંગેની ખબરોથી ઉભરાઈ જશે.ટેન્કરનું પાણી ભરવા માટે માથાભારે લોકો બંદૂકો,તલવારો,ધારીયાં જેવા તીક્ષ્ણ હથીયારોનો ઉપયોગ કરશે.પાણીનાં કૌભાંડો બહાર પડશે,દેશને નવો એ.રાજા કે કલમાડી મળશે.પાણી પુરવઠાના બજેટનું ઈમ્પોટન્ટ વધી જશે.૩૦૦ લીટર કરતાં વધારે પાણી ધરાવતા લોકો સ્ટેટ્સ સીમ્બોલ બની જશે.તેઓ ખરેખર "પાણીવાળા" કહેવાશે.પવિત્ર નદીઓનું પાણી મ્યુઝીમમાં જ જોવા મળશે.:) = :(

છેવટે પેલું પાણી લાલ રંગે નાહીને સમ્રગ માનવજાત સામે અટ્ટહાસ્ય કરશે.


Share/Bookmark

ગૌહાટીકાંડઃએક બોધપાઠ

4 ટિપ્પણી(ઓ)
હિંદુસ્તાન અજબ-ગજબનો દેશ છે.જે ઘટનાઓ રોજ-બરોજ ઘટતી હોય તે ટીવી કે મીડીયામાં આવે એટલે તેની અસર શરૂ થઈ જાય.કોઈ પણ હાલી-મવાલી પોતાનો અમૂલ્ય ઓપીનીયન આપીને ઘટનાનું એનાલીસીસ કરવા લાગે.ચારે બાજુ ચર્ચાઓ થવા લાગે,રામ રાજ્યમાં કંઈક ના બનવાનું બની ગયુ તેવો ભાસ ઊભો થાય.

દયા તો પેલાં આઠ-દસ વ્યક્તિઓની આવે જેઓ ટીવી પર આવવા માટે હિરોગીરી કરવાં જતા મફતમાં વિલન બની ગયાં.સમ્રગ ઘટનાનું મુખ્ય પાત્ર હતી પેલી કથિત ત્રાસીત છોકરી કે જે મધરાતે આઠ-દસ પુરૂષોની અડફેટે ચઢી ગઈ હતી.પરંતુ એક વાત ખૂબ જ મહત્વની છે કે તે છોકરી શરાબી છે,અને બાર ગર્લને સારી કહેવડાવે તેવા ધંધા કરે છે.સસ્તી પબ્લિસીટી માટે કરેલા સ્ટંટનું પરીણામ અત્યારે પેલા આઠ-દસ છોકરાઓ ભોગવે છે.તેમને ફાંસી દેવાની વાત થાય છે.

ફાંસી દેવી જ હોય તો તે ચેનલના રીપોર્ટરને આપો જેણે સમ્રગ ઘટનાને બીજે દિવસે મસાલા સાથે ચેનલ પર રજૂ કરી.ફાંસી આપવી જ હોય તો તે કેમેરામેનને આપો જેણે નશામાં ધૂત બાર-બાળાની સસ્તી પબ્લિસીટી માટે પેલા આઠ-દસ લોકોનો હાથાં તરીકે ઉપયોગ કર્યો.આ ઘટનાં ઉદાહરણ બનવી જોઈએ જેથી કોઈ રીપોર્ટર હિરો બનવાની કે આમ નાગરીકો ટીવી પર આવવાની લાલચને કારણે સાર્વજનિક સ્થળ પર કોઈ સાથે ક્ષોભજનક વ્યવહાર ના થાય.

ટીવી પર આવેલા ફૂટેજમાં સચ્ચાઈ એ છે કે હાજર રહેલા વ્યક્તિઓમાંથી કોઈએ પણ છોકરીની સાથે છેડતીની કોશીશ નથી કરી.નશામાં ધૂત છોકરી પેલા પુરૂષોને ઉકસાવી રહી હતી,શરમજનક વ્યવહાર કરવાં માટે.

મહિલા મુક્તિ મોર્ચા વાળા કે વુમન રાઈટ્સ વાળા એવી બૂમરાણ મચાવશે કે સ્ત્રીઓને પણ હરવા-ફરવાનો,સ્વતંત્ર રીતે વર્તવાનો(દારૂ પીવાનો) પૂરતો અધિકાર છે.કોઈ છોકરીગમે તેટલાં ટૂંકા વસ્ત્રો પહેરે,ડાંસ કરે,લોકોને સીડ્યુસ કરે.કોઈ પુરૂષને તે સ્ત્રીને હાથ અડકાડવાનો હક થોડો મળી જાય??-જવાબ છે સ્ત્રીઓ કાંઈ શની-શિંગણાપુરની સ્ટેટ બેંક થોડી છે કે તેના દરવાજા ખુલ્લાં હોય તોપણ શનિ ભગવાનની બીકે કોઈ ચોર ત્યાં ચોરી કરવાની હિંમત ના કરે.ઈતિહાસ સાક્ષી છે કે પુરૂષપ્રધાન સમાજમાં ભલે નારી શક્તિ ઝીંદાબાદનાં નારા લાગતા હોય પણ જ્યારે કોઈ સ્ત્રી તેની મર્યાદા ચૂકી ગઈ છે ત્યારે પુરૂષો ઈમાનદારી દાખવી શક્યાં નથી.એવા સમયે ઈમાનદારી દાખવવી જરૂરી પણ નથી.આવું નાટક તો પુરાણોના સમયથી ચાલ્યું આવે છે,જ્યારે અપ્સરાઓ ૠષિમુનિઓને સીડ્યુસ કરતી.'આ બૈલ મુજે માર' વાળી કહેવત મુજબ જ.

તખ્તાઓ બદલી દો,તાજ બદલી દો,બેઈમાન સમાજ બદલી દો.પરંતુ જ્યારે-જ્યારે સ્ત્રીઓ તેની મર્યાદા ચૂકશે ત્યારે-ત્યારે એક ગૌહાટીકાંડ થવાનો અંદેશો મળશે.

Share/Bookmark

હિંદુસ્તાનનો જાદૂઈ ખેલ

2 ટિપ્પણી(ઓ)
હિંદુસ્તાનના પાંસઠ વર્ષના ઈતિહાસમાં ખૂબ વિકાસ થયો.ગરીબોની મજૂરી સો રૂપિયા થઈ ગઈ,અંબાણીનો બંગલો સો કરોડનો થયો.આવો તુલનાત્મક વિકાસ થયો.આ કામ જાદુઈ રીતે પરીપૂર્ણ થયું છે.આખરે વિશ્વના સૌથી મહાન લોકતંત્રમાં સૌને વિકસીત થવાની તક તો મળવી જોઈએ ને??

આ દેશને અડધી રાતે આઝાદીનો સૂરજ દેખાયો,નહેરૂજીએ એવા જાદૂઈ ખાનદાનની સ્થાપના કરી કે હેરી પોટરની જાદૂઈ સ્કૂલનો પ્રિંસીપાલ પણ ટૂંકો પડે.આ જાદૂને ડામવા કમ્યૂનિસ્ટોથી લઈને જે.પી,લોહિયા સૌ કોઈએ એડીચોટીનું જોર લગાવ્યું,માન ખાટ્યું પણ જ્યારે નેતૃત્વની વાત આવી ત્યાં સૌને જાદૂ ભૂલાઈ ગયો.ભાજપાઈ સંઘો થોડાંક-થોડાંક જાદૂ કરતાં શીખી રહ્યા હતાં ત્યાં 'ઈંન્ડિયા શાઈનીંગ'નો જાદૂ ખોટો પડ્યો.ગરીબોને લાગ્યું પૈસાવાળા શાઈનીંગ થઈ જાશે,અમીરોને લાગ્યું ગરીબો લાભ ખાટી જાશે અને અમે રહી જઈશું.કોઈએ ભાજપાઈને જાદૂ ના કરવા દીધો.આઠ વર્ષથી જાદૂગરી બંધ છે.

પછીનો સમયગાળો આવ્યો કોંગ્રેસના જાદૂ ખેલોનો.આ ખેલ શરૂમાંસારો ચાલ્યો,અચાનક મુખ્ય જાદૂગર મૂંગો થઈ ગયો.કોઈ મૂંગી ફિલ્મનાં નાયકની જેમ મુખ્ય જાદૂગરણીને પૂછી-પૂછીને કામ કરવા લાગ્યો.નહેરૂ ખાનદાનનો યુવાન જાદૂગર (૪૨ વર્ષનો) મુખ્ય જાદૂગર બનવાનાં શમણાં જોવા લાગ્યો.લોકોની આંખોમાં સંતુલિત વિકાસનાં સપનાઓ હતાં,દેશ મહાસત્તા બનશે એવી આશા હતી.પરંતુ દેશનાં અર્થતંત્રને મોંઘવારી,ભ્રષ્ટાચાર,કાળા બજારીનું દૂષણ લાગી ચૂક્યું હતું.ત્યાં કોઈ જાદૂ કામ આવ્યો નહીં.એક બૂઢો જાદૂગર લોકપાલ નામનો જાદૂ શીખવાડી ગયો ,પણ તે જાદૂ અધૂરો હતો.

હવે દેશમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ભવિષ્યનો જાદૂગર કેવો હશે.હિંદુત્વવાદી કે સેક્યુલર જાદૂગર.દેશની મોંઘવારી,આર્થિક મંદી,નકસલવાદ જાય ના જાય કંઈ નહીં,પણ જાદૂગર કેવો હોવો જોઈએ તે મહત્વનું છે.હિંદુત્વવાદી જાદૂગર બનવા માટે દેશનાં કહેવાતા વિક્સીત પ્રદેશનો એક જાદૂગર આગળ આવ્યો(કે આગળ ધકેલવામાં આવ્યો) જેણે પોતાના અપ્રતિમ જાદૂના પરચાઓ ઉદ્યોગપતિઓને આપ્યાં હતાં.તે ભગવા કપડાં પહેરેલો હિંદૂ જાદૂગર છે.તેની પાસે હિંદૂઓને વશમાં રાખવાનો જાદૂ છે.સેક્યુલારીસ્ટોને આ જાદૂગર આંખનાં કણાંની જેમ ખૂંચવા લાગ્યો.તેમણે આ જાદૂગરને ફોક કરવાં માટે અનેક જાદૂ વિદ્યાઓ અજમાવી.છેવટે એક લીલાં કપડાં પહેરેલા જાદૂગરે 'મુખ્ય જાદૂગર તો સેક્યુલર જ હોવો જોઈએ' તેવું વાક્ય ઉચ્ચારીને પોતાને પણ મુખ્ય જાદૂગર બનવાની ઈચ્છા છે તેવું છૂપી રીતે જાહેર કર્યુ.આ જાદૂગર સેક્યુલરના નામે મુસ્લિમોને મત આપવા માટે મજબૂર કરવાનો જાદૂ અજમાવી રહ્યો છે.

જાદૂઈ ખેલ હજું ચાલું જ છે.જાદૂગરો બદલાતાં જાય છે,તેમનાં રંગ બદલાતાં જાય છે.તેપણ ઈસ્ટમેન કલરમાં.

Share/Bookmark

વાસેપુરની વુમનિયા

2 ટિપ્પણી(ઓ)
હિંદી સિનેમા માટે નવાં-નવાં પ્રયોગોની આ મોસમ છે.હાલમાં જ આવેલી અનુરાગ કશ્યપ દિગ્દર્શીત "ગેંગ્સ ઓફ વાસેપુર"આવી જ એક પ્રયોગશીલ ફિલ્મ છે.બિહાર-ઝારખંડના પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ તેના વાર્તા નાવિન્ય અને  કહાનીની માવજતની દ્ર્ષ્ટીએ તો અલગ છે જ પરંતુ ફિલ્મનું સંગીત પણ તેની નવિનતાને લીધે લોકજીભે ચડેલું છે.
વુમનિયા પરીદ્ર્શ્ય

ઓહ..વુમનિયા,,આહ..વુમનિયા,બિહાર કે લાલા...જેવા સરળ અને હ્ર્દયસ્પર્શી ગીતો માટે અનુરાગ કશ્યપ અને ફિલ્મનાં સંગીત નિર્દેશક સ્નેહા ખાનવાલકર ખરેખર અભિનંદનને પાત્ર છે."ગેંગ્સ"ના ગીતો સરળ રીતે લોકજીભે ચઢવાનું મુખ્ય કારણ એ છે કે દરેક ગીત 'ચટની મ્યુઝીક' ના ઉપયોગ દ્વારા બનાવવામાં આવ્યું છે.ચટની મ્યુઝીક એ બિહાર-ઝારખંડની પરંપરાગત શૈલીની બોલીથી પ્રભાવિત છે.ચટની મ્યુઝીક એટલે ઢોલક,હારમોનિયમ જેવા પરંપરાગત વાદ્યોનો જ ઉપયોગ કરીને બનાવાતું સુમધુર સંગીત.
'ગેંગ્સ'ની યુવાન મ્યુઝીક ડાયરેકટર સ્નેહા ખાનવલકર


ચટની મ્યુઝીક સાથેનાં ગીતો મોટાભાગે ભોજપુરી,હિંદી અને ક્યારેક અંગ્રેજી ભાષામાં હોય છે.મુખ્ય તંતુવાદ્ય તરીકે ધાનતાલ નામનાં ઢોલક કૂળનાં વાદ્યનો ઉપયોગ થાય છે.ચટની મ્યુઝીક યુ.પી,બિહારથી વેસ્ટ ઈન્ડિઝ ગયેલાં હિંદીઓનાં જીવનનો એક હિસ્સો છે તેમ પણ કહી શકાય.મૂળ ભોજપુરી મૂળનાં લોકોએ દેશ-પરદેશ જઈને પણ આ સંગીતને જીવંત રાખ્યું.ચટની મ્યુઝીકનાં શબ્દો મુખ્યત્વે ભોજપુરી ભાષામાં જ હોય છે.

ધાનતાલ પર તાલ મેળવી રહેલો કલાકાર


'ગેંગ્સ'માં ગીતકાર તરીકે પોતાની જવાબદારી બખૂબી નિભાવનાર વરૂણ ગ્રોવર પણ ભોજપુરી છે.આ ફિલ્મનાં ગીતો લખવાં માટે તેમણે સંગીત નિર્દેશક સાથે ચટની મ્યુઝીક અંગે રીચર્સ કર્યું અને પરંપરાગત ચટની મ્યુઝીકમાં થોડો ફેરફાર પણ કર્યો ,અલબત્ત શાબ્દિક રીતે ગીતોને ભોજપુરી અને હિંદી-અંગ્રેજી મિશ્રિત શબ્દોનાં વાઘા જ રાખ્યાં.ફિલ્મનાં સંગીત રેકોર્ડીંગ વેળા અનુરાગ પણ સ્ટુડિયોમાં જ રહેતા.જરૂરી સૂચનો કરતાં.'આઈટમ હંટર' ગીતનો આઈડિયા અનુરાગનો જ હતો.



ફિલ્મનાં એક દ્ર્શ્યમાં અભિનેત્રી હુમા કુરૈશી
તમે હજુ સુધી 'ચટની મ્યુઝીક'થી પરિચીત ના થયાં હો તો આજે જ 'ગેંગ્સ'ની વુમનિયા સાંભળી લેજો,બિહાર કે લાલા સાંભળી લેજો :)

Share/Bookmark