કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

ભોજપુરી ટુ હિંદી

Comments
રવિ કિશન
હિંદી ફિલ્મ એજંન્ટ વિનોદના શરૂઆતી દ્ર્શ્યોમાં ભારતીય જાસૂસી સંસ્થા 'રો'ના એક એજંન્ટ નામે રાજન તરીકે એક પાત્ર નજરે પડે છે.થોડાક દ્ર્શ્યો પછી તે પાત્રનું કામ પુરૂં થઈ જાય છે,પરંતુ તે ફિલ્મ વિશે વિચારતા તે અભિનેતા અને પાત્ર સતત નજર સમક્ષ આવે છે.ભલે પાત્રાલેખન નાનું હતું પરંતુ સબળ હતું.એવી જ રીતે થોડાંક સમય પહેલા આવેલી ફિલ્મ 4084માં એક એવું સબળ પાત્ર તેની નોંધપાત્ર હાજરી નોંધાવતું રહ્યું.નસરુદ્દીન શાહ,અતુલ કુલકર્ણી અને કે.કે મેનન જેવા થિયેટરોમાં અભિનય કરીને ઘડાયેલાં કલાકારોની વચ્ચે આ કલાકારે પોતાની હાજરી સ્ટ્રોંગ્લી પુરવાર કરી બતાવી.

જીં હાં,,ઉપર ઉલ્લેખ કરેલી બંને હિંદી ફિલ્મોમાં એક બાબત કોમન છે અને તે છે ભોજપુરી સુપરસ્ટાર બિહારી લાલા"રવિ કિશન".રવિ કિશને બંમ્બૈયા દર્શકોને ક્યારેય એવું લાગવાં નથી દીધું કે તે ભોજપુરી સુપરસ્ટાર છે.રવિ કિશન ભોજપુરી ફિલ્મોના રાજ્જા છે પરંતુ તેની અભિનય ક્ષમતાનું પ્રમાણ મળે છે હિંદી ફિલ્મોમાં.શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'વેલકમ ટુ સજ્જનપુર' હોય કે મણિરત્નમની 'રાવણ' દરેક હિંદી ફિલ્મોમાં રવિ કિશન એ જ સહજતાથી અભિનય કરે છે.

 

Share/Bookmark

શું સંગ્મા બનશે મહામહિમ??

Comments
પી.એ.સંગ્મા
આને જ કદાચ લોકતંત્ર કહેવાય.પોતાની પાર્ટી સાથે છેડો ફાડિને પી.એ.સંગ્મા (પુર્નો અગિતોક સંગ્મા) રાષ્ટ્રપતિ બનવાની મહાત્વાકાંક્ષા સાથે મેદાને પડ્યા છે.જોકે સંગ્મા સાહેબ તો પોતાને આ દોડમાં બહુ જ પહેલેથી સામેલ કરી ચૂક્યા હતા,પરંતુ બીજેડી અને એઆઈડીએમકે એ સમર્થન આપીને સંગ્માને ફોર્મમાં રાખ્યા જ્યારે એનડીએ(બીજેપી,અકાલી દળ)નો ટેકો મળતા સંગ્મા રંગમા આવી ગ્યાં!

 જો કે સંગ્મા જે આદિવાસી કાર્ડ સાથે મેદાને પડ્યા છે તેની ઉમેદવારીને સંગ્માની ઘરની પાર્ટી એનસીપી એ જ ટેકો નથી આપ્યો.આ સાથે જ સંગ્માનો એનસીપી સાથેનો ૧૩-૧૪ વર્ષ જુનો સંબંધ પૂરો થઈ ગયો.જ્યાં એક તરફ કોંગ્રેસ તેના સાથી પક્ષો સાથે પ્રણવ મુખર્જી માટે કેમ્પેઈન કરતું નજરે પડે છે તો બીજી તરફ સંગ્મા વન મેન આર્મીની જેમ એકલપંડે પ્રચાર કાર્યમાં લાગી ગયાં છે.બીજેપીના આદિવાસી નેતા કારીયા મુંડાને મળે છે તો ક્યારેક સીપીઆઈ(એમ)ના પ્રકાશ કારાત સાથે બેઠક કરતાં જોવા મળી શકે.પ્રણવ મુખરજી અને કોંગ્રેસથી છંછેડાયેલા મમતા બેનર્જીને મનાવવા માટે મંત્રણા પણ કરી શકે છે.રાષ્ટ્રપતિ ભવન તરફની સંગ્મા સાહેબનો ઘોડો દોડી રહ્યો છે.દશેરાને દિ દોડશે કે કેમ તે એક પ્રશ્ન છે.

એ વાત પણ સાચી છે કે મુઘલ ગાર્ડનમાં લટાર મારવાનો મોકો આજ સુધી કોઈ આદિવાસીને મળ્યો નથી.શું સંગ્મા ઈતિહાસ બદલી શકશે? જો તેમ થશે તો એ સંગ્મા અને આદિવાસી પ્રજા માટે એક ઉપલબ્ધિ રહેશે.સંગ્માની આ દોડમાં સૌથી મોટો અંતરાય કોંગ્રેસ છે.એ કોંગ્રેસ જેની છ્ત્રછાયામાં સંગ્મા સાહેબ રાજનીતિ જ નહીં સત્તાના અનેક શિખરોને આંબવામાં સફળ રહ્યાં છે.મેઘાલયનાં મુખ્યમંત્રી બનવાથી લઈને લોકસભાના સ્પીકર બનવા સુધીની ગરિમાપૂર્ણ યાત્રામાં કોંગેસનાં વફાદાર સિપાહી બની રહ્યાં.જ્યારે ૨૦૦૩માં સોનિયાના વિદેશી મૂળના વિવાદને લઈને શરદ પવાર સાથે સંગ્માએ એનસીપીનો અલગ ચોકો રચ્યો હતો.

સંગ્માને મમતા આણિ મંડળી(ટીએમસી)નો ટેકો મળે તો પણ નવાઈ ના જ ગણાય,કારણ કે છેલ્લાં થોડા સમયથી મમતા જે રીતે યુપીએના મોટાભાગનાં નિર્ણયોની વિરૂધ્ધમાં પોતાનું વલણ પ્રગટ કરતાં આવ્યાં છે તે જોતાં સંગ્માને મમતાનું વહાલ મળી શકે.અલબત્ત તે મમતાની મજબૂરી પણ હોય શકે.

સંગ્માને ટેકો આપવા પાછળ બીજેપીનો પણ રાજનીતિક સ્વાર્થ રહેલો છે.લાખોં કોશિશ છતાંય બીજેપી પૂર્વોત્તરમાં મજબૂત જનાધાર માટે તરફડિયાં મારે છે.બીજેપી ભવિષ્યમાં સંગ્માનો ઉપયોગ પૂર્વી રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવવા માટે કરી શકે.

જે પણ હોય સંગ્મા માટે હાલ પૂરતી 'આશા અમર છે' અને જો નસીબ(અને થોડાંક વધુ પક્ષો) સાથ આપશે તો પ્રણવ'દા ને બદલે સંગ્મા પ્રથમ આદિવાસી રાષ્ટ્ર્પતિ તરીકે મુઘલ ગાર્ડનમાં આટાં મારી શકશે.

Share/Bookmark