મિત્રો સ્વાગત છે આપ સૌનું!
સૌ પ્રથમ મારો પરીચય આપી દઉં.
સૌ પ્રથમ મારો પરીચય આપી દઉં.
હું કોણ?
હું કોણ?? માણસોની સતત ભીડની વચ્ચે સ્વને શોધતો એક એકાંતપ્રિય વ્યક્તિ.નાનપણથી વાંચનનો કીડો કરડી ગયો વાંચનનો કિડો ક્યારે લેખનની પ્રવૃતિ તરફ ખેંચી ગયો તેની ચોક્ક્સ તવારીખ યાદ નથી.પરંતુ મને લખવું ગમે છે,કારણ કે મને વાંચવુ ગમે છે.વાંચુ છું,વિચારુ છું અને જે મનમાં આવે તે ધસડી નાંખું છું(લખી નાખું છું)આ શબ્દ લખવાનો ઉદ્દેશ એ જ કે હું નથી પ્રોફેશનલ રાઈટર કે નથી જર્નાલિસ્ટ.એકાંતપ્રિય વ્યક્તિ છું અને ઈન્ટરનેટના અગાધ દરીયામાં ડૂબકી મારતી એક માછલી છું.સૌરાષ્ટ્રનાં કાશ્મીર મહુવામાં જન્મ અને ૧૨ ધોરણ સુધીનો અભ્યાસ.યુનિવવર્સિટીના અભ્યાસે મને શિક્ષીત અને પરીપક્વ કર્યો તેમ કહી શકાય.આપણે બધા એક જીંદગીમાં અનેક કિરદાર(રોલ) નિભાવીએ છીએ.આ દરેક રોલને એક અલગ શરીર અને આત્મા આપવાની ખ્વાહીશ.
હેલ્લો કેમ છો?