વહાલા મિત્રો
ગઈ રાતે સંસ્કાર ચેનલ ઉપર બેંગ્લુરુમાં શ્રી શ્રી રવિશંકર મહારાજ નું શિવ પૂજન જોયું
ખબર નહિ પણ કેમ થોડું ઓકવર્ડ ફીલ થયું તમે લોકો એ કદાચ જોયું હશે પણ હું અહી જેવી રીતે કોઈ પછાત ગામડાના જોગી( ડાકલીયા)ની ડાક ઉપર ગામનો ભૂવો ધૂણે કંઈક તેવુજ દ્રશ્ય જોવા મળ્યું.કાળભૈરવાષ્ટ્ક તેમજ શિવાષ્ટક ઉપર અત્યંત આધુનિક સાધનો થી સુસજ્જ શ્રી શ્રી રવિશંકર મહારાજનું ભક્ત મંડળ જુદા-જુદા વાજિત્રો પોતાના સુર રેલાવતું હતું અને જયારે કાળભૈરવાષ્ટ્ક રજુ થયું ત્યારે રીતસર કહી શકાય કે શ્રી શ્રી રવિશંકર મહારાજ ધુણવા માંડ્યા હતા.જાણે તાંડવ કરતા હોય તેવી મુદ્રામાં અને સામે સાક્ષાત શિવ દર્શન આપી રહ્યા હોય તેવી મુદ્રા કરી રહ્યા હતાં. શું આ એ છે જે આપણ ને "આધ્યાત્મિક " જ્ઞાન આપે છે અને ભાવી ભારત ના "આધ્યાત્મિક " ગુરુ .....???? કે પછી એક ભૂવો .........!!!!!!!
ત્યાં અંદાજિત લાખોની સંખ્યામાં શ્રી શ્રી ના અનુયાયીઓ મોજૂદ હતાં પરંતુ તે માણસો હતાં કે કેમ તે પ્રશ્ન છે?? તેમની વિવેકબુધ્ધિ વિશે શું કહેશું.