કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!
Comments
જેફ બેઝોસ નામનાં 'સરફિરા' એ ૧૯૯૪માં ઘરની પાછળના ખખડધજ ગેરેજમાં એક ઓનલાઈન સ્ટોરની શરૂઆત કરી.પ્રારંભિક કાળે ખૂબ જ મુશ્કેલી અનુભવી.ઓનલાઈન વેચવાનો કે ખરીદ કરવાનો ખ્યાલ આજથી ૧૮ વર્ષ પહેલાં કેટલો મુશ્કેલ હશે! છતાં જેફે હિંમત હાર્યા વિના સ્ટોર ચાલુ રાખ્યો.બરાબર એક વર્ષ બાદ ૧૯૯૫માં પહેલાં પુસ્તકનું ઓનલાઈન વેચાણ થયું.એક વર્ષ માટે ઓનલાઈન સ્ટોર લગભગ મૃતઃપાય ચાલ્યો.૧૯૯૭ના વર્ષે જેફને મહત્વની ઉપલબ્ધિ મળી.કંપની આઈપીઓમાં લીસ્ટેડ બની.૨૦૦૦ સુધીમાં જેફે ગેરેજમાં જે ઓનલાઈન સ્ટોરનો પાયો નાંખ્યો હતો,એ એમેઝોન.કોમ વિશ્વીની સૌથી મોટી ઓનલાઈન રીટેલર કંપની હતી.

૧૯૭૬માં સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નીક બંને એ ભેગાં મળીને એક ટ્રાયલ વર્ઝ્ન જેવું કમ્પ્યૂટર એસેમ્બલ કર્યું.સ્થાનિક લોકલ કંપનીનાં માલિક ઈર્વિનને બંને સ્ટીવ ની ધગશ પર વિશ્વાસ બેઠો અને તેણે એસેમ્બલ અંકે ૫૦૦ ડોલર પૂરા આપીને ખરીદ્યુ.એપલ કંપનીનો પાયો નંખાયો.પ્રાંરભિક સફળતાથી પોરસાઈને સ્ટીવ બંધુઓએ એવાં ૫૦ કમ્પ્યૂટર્સ એસેમ્બલ કરીને વેચ્યાં.આ માટે તેઓની કામચલાઉ ફેકટરી પણ હતી સ્ટીવ જોબ્સના ઘરની પાછળ આવેલું ભાડે લીધેલું જૂનુ ખખડધજ મોટર ગેરેજ!

કેલીફોર્નિયામાં ડિઝનીલેન્ડથી એકાદ ક્લાકના રસ્તે ડિઝની ચેનલનાં પ્રણેતા વોલ્ટ ડિઝનીનાં મામાનું ગામ.એ જગ્યાએ રોય અને વોલ્ટ ડિઝ્ની બંને ભાઈઓને કાર્ટૂન ફિલ્મ બનાવવાનો તરંગી વિચાર આવ્યો.એન્જિનીયર મામાના ઘરથી થોડે દૂર જૂનું ખખડધજ ગેરેજ કમ કારખાનું હતું.માલિક હતો લોકલ ન્યૂઝપેપર પ્રકાશક.ગેરેજ ભાડે લેવાયું અને પ્રથમ પ્રોજેક્ટ 'એલીસ ઈન વન્ડરલેન્ડ' મૂર્તિમંત થવા લાગ્યો,પેલું ગેરેજ ડિઝનીલેન્ડનું સાક્ષી થવાનું હતું.

માત્ર ૨૦-૨૨ વર્ષનાં બે મેકેનીકલ એન્જિયરો વિલીયમ હાર્લી અને આર્થર ડેવિડસન.બંનેમાંથી એકે'યનું ભણવામાં મન ના લાગે.ભણવાનાં કેટલાંક ક્લાસ બંક મારી બંને જણાં હાર્લીનાં દાદાએ બનાવેલાં મોટરસાયકલ ગેરેજમાં બેસે.ગપ્પાં ચાલે.એક દિવસ ગ્રાહકની નવીનક્કોર સાયકલમાં ભારે સ્ટ્રોક એન્જિન બેસાડવાનો તરંગી ખ્યાલ આવ્યો.નવરાં ને કામ મળ્યું.દાદાએ એક સેક્ન્ડ હેન્ડ બાઈક સ્પોન્સર કરી.દિનરાત ગેરેજમાં મહેનત અને રેસ્ટ ઈઝ હિસ્ટરી.૧૯૦૩માં હાર્લી-ડેવિડસનનું પહેલું મોડેલ આવ્યું.પેલું ગેરેજ મ્યૂઝીયમ બની ગયું છે ઉપર લખ્યું "હાર્લી-ડેવિડસન મોટર કંપની'!!

પૂર્ણ વિરામઃ

લેરી પેજ અને સર્ગે બ્રિન નામનાં બે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં ગ્રેજ્યુએટ્સ.રાતોરાત અમીરાત મેળવવાનાં સપનાં.ભણવામાં ધ્યાન નહી.લેકચરનો ટાઈમ એક પ્રોજેક્ટને ફાળવેલો.ચાલુ કોલેજે ત્રણ મિત્રો સુઝાન વ્જોસીકીનાં જૂનાં ગેરેજમાં એક કમ્પ્યૂટર પર પ્રોજેક્ટ કરે.એ પ્રોજેક્ટ વર્ષો પછી મારાં,તમારાં સૌના રોજીંદા ઈન્ટરનેટ વર્કનો મુખ્ય સોર્સ બની રહેવાનો હતો,યસ ધેટ પ્રોજેક્ટ વોઝ 'ગૂગલ'!

Share/Bookmark