કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

ઈશ્ક જરૂર કરના....

Comments

આજે વેલેન્ટાઈન ડે છે.સંત વેલેન્ટાઈનની યાદમાં ઉજવવામાં આવતો પ્રણય દિવસ.પૂર્વીય અને પશ્ચિમી સંસ્કૃતિને જોડતો પ્રણયવાદ બિલ્કુલ ભારતીય યૌવનને લાક્ષણિક છે.શું પ્રેમને માછલી પકડવાની જાળી સાથે સરખાવી શકાય??-ના જી અને 'કેક્વોક' જેટલો આસાન કહેવો પણ ઉતાવળ છે.પ્રેમ શું છે??-પ્રેમની તાકાતે મને,તમને અને આપણને ફેર-વિચાર માટે લાચાર કર્યા છે.શીરી-ફરહાદ,હીર-રાંઝા,લૈલા-મજનૂ દરેક પ્રેમ-કથાઓમાં સ્ત્રીનું નામ આદરપૂર્વક પહેલું શા માટે મૂકાય છે.સ્ત્રી માત્ર 'અંગ-ઉપભોગ' નથી.સ્ત્રી એ દીકરી છે,માતા છે અને બહેન પણ છે.પત્ની અને 'ગર્લ-ફ્રેન્ડ' પછી છે.સ્ત્રીને માન આપતો આપણો સમાજ એકાએક સ્ત્રીને 'વાસના-વિભોગ'શા માટે સ્વીકારવાં લાગ્યો??-સ્ત્રીના સૌંદર્ય વિશે અનેક પ્રાચીન શૃંગારીક રચનાઓ એ આપણને ક્યારેય મર્યાદા ચૂકવવાની શીખ આપી જ નથી.કાલિદાસના 'કુમારસંભવ' કે 'શંકુતલા' સમયે શું સ્ત્રીઓ નહોતી?-હતી જ પણ રેપ (કે બળાત્કારો) નહોતાં થયાં.પુરૂષપ્રધાન સમાજ બળાત્કારો ક્યારે શીખ્યો?? આપણે આવાં નહોતાં જ.



દિલ્હી ગેંગ રેપ વખતે તે છ-સાત નરાધમો વચ્ચે એક પ્રેમી-જોડું પણ હતું.તેમની આંખોમાં પણ વેલેન્ટાઈન સપનાંઓ હતાં.બંને લગ્ન કરવાનાં હતાં.તે પિડીત છોકરીના મૃત્યુ પછી ન્યુઝ ચેનલ દ્વારા વિવેક નામનાં તેના પ્રેમીનો ઈન્ટરવ્યૂ લેવાયેલો.વિવેકનાં ચહેરાના ભાવો આપણા 'સ્ત્રી-સન્માન' અને 'સ્ત્રી-સ્વાતંત્ર્ય'ના બણગાઓ હવામાં ઓગાળી દે છે.તે દરેક વાત સિલસિલેવાર કહે છે.તેને કોઈ સામે ફરીયાદ નથી,પોતે ગિલ્ટી ફિલ કરે છે,રડે છે.લાચાર હતો.વિવેક કોઈ હિન્દી ફિલ્મનો હીરો હોત તો કદાચ પેલા નરાધમોને મારત,એકશન-પેકડ સ્ટંટ કરત.પણ તે એક સામાન્ય ભારતીય છે.તેની વિગતવાર વાતો આપણી સામાજિક પોલ ખોલતી જાય છે.પોલીસ,પ્રશાસન ઉંઘતું ઝડપાય છે.ગુનેગાર માત્ર પોલીસ નથી.કહેવાતો જાગૃત સમાજ છે.એક કલાક સુધી રોડ તેઓ મૃતઃપાય અર્ધ નગ્ન હાલતમાં રહે છે.અનેક મોટરો,રીક્ષાઓ,બસો પસાર થાય છે.કોઈને ફૂરસત નથી.કોઈ કાચ ખોલીને જોવાની તસ્દી લેતું નથી.શા માટે લે?? આ છે આપણો સમાજ જે પ્રેમ કરતા નથી શીખ્યો.


પૂર્ણ વિરામઃ

ગર તુજે કારી-કારી(ચરીત્રહીન) કહકર મારે,

મર જાના,ઈશ્ક જરૂર કરના.


શરાફત કે શો-કેસમેં બુરખા લગાકર ના બૈઠના, 

મર જાના,ઈશ્ક જરૂર કરના.

 

પ્યાસી ખ્વાહીશોં કે બિયાંબા(રણ)મેં,

થારે(થોર) જૈસી ના રહના,ઈશ્ક જરૂર કરના.


ગર કિસી કી યાદ હૌલે સે,

મનમેં પડી હો,મુસ્કુરા ઉઠના,ઈશ્ક જરૂર કરના.


વો લોગ ક્યા કરેંગે?

સિર્ફ બાતોંની પથ્થર મારેંગે,જીવન ફલ તું ભોગના

ઈશ્ક જરૂર કરના.


તેરે ઈશ્ક કો ગુનાહ કહા જાયેગા,

તો ક્યા હુઆ?

સહ લેના,ઈશ્ક જરૂર કરના.


~અતિયા દાઉદ(પાકિસ્તાની કવિયત્રી)

Share/Bookmark