કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!
મિત્રો સ્વાગત છે આપ સૌનું!
સૌ પ્રથમ મારો પરીચય આપી દઉં.
હું કોણ?
માણસોની સતત ભીડની વચ્ચે સ્વને શોધતો એક એકાંતપ્રિય વ્યક્તિ.નાનપણથી વાંચનનો કીડો કરડી ગયો વાંચનનો કિડો ક્યારે લેખનની પ્રવૃતિ તરફ ખેંચી ગયો તેની ચોક્ક્સ તવારીખ યાદ નથી.પરંતુ મને લખવું ગમે છે,કારણ કે મને વાંચવુ ગમે છે.વાંચુ છું,વિચારુ છું,અલબત્ત જર્નાલિઝમનો કીડો સળવળે ત્યારે જર્નાલિસ્ટ બની જાઉં,ક્યારેક કવિ બનું તો ક્યારેક લેખક બનવાની ઈચ્છા થાય..મલ્ટીટેલેન્ટેડ યુ નો?
એકાંતપ્રિય વ્યક્તિ છું અને ઈન્ટરનેટના અગાધ દરીયામાં ડૂબકી મારતી એક માછલી છું.સૌરાષ્ટ્રનાં કાશ્મીર ગણાતાં મહુવાથી ૩૦ કિમી દૂર બિલા ગામમાં જન્મ અને ઉછેર.૧ થી ૭ ગામડાંની ધૂડી નિશાળે ભણ્યાં(??) ૮ થી ૧૦ જેસર-ખૂંટવડા જેવાં આજુબાજુનાં ગામડામાં પગપાળા કે છકડા થ્રૂ અપ-ડાઉન કરીને ભણ્યાં. ધોરણ ૧૧ કોમર્સથી મહુવાની શેઠ મનજી નથુ હાઈસ્કૂલે સાચવ્યો.૧૨માં ધોરણમાં બંદા કોલેજ સેક્ન્ડ હતાં!શાળાના અભ્યાસે મને શિક્ષીત કર્યો. કોલેજમાં શા માટે ગયો તેનું કારણ નથી ખબર.હા કોલેજના અભ્યાસે મને પરીપક્વ કર્યો તેમ કહી શકાય.BCA પુરૂં કરીને રાજકોટમાં અભ્યાસ અર્થે MCA એડમિશન લીધેલું.પ્રોગામીંગનાં વિષયોમાં ઝાઝો ટપ્પો ના પડતાં અને આપણી મહાન શિક્ષણપધ્ધતિ સામે ખુન્નસ ચડતાં MCA છોડ્યું.વેબ ડિઝાઈનીંગની ટ્રેનીંગ લીધી.હાલમાં અમદાવાદમાં પાર્ટટાઈમ MBA કરૂં છું અને નોકરીની તલાશ!યુપીએસસીની તૈયારીઓચાલુ છે.
આપણે બધા એક જીંદગીમાં અનેક કિરદાર(રોલ) નિભાવીએ છીએ.આ દરેક રોલને અલગ શરીર અને આત્મા આપવાની ખ્વાહીશ.