કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!
લેબલ ગૌહાટીકાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગૌહાટીકાંડ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગૌહાટીકાંડઃએક બોધપાઠ

4 ટિપ્પણી(ઓ)
હિંદુસ્તાન અજબ-ગજબનો દેશ છે.જે ઘટનાઓ રોજ-બરોજ ઘટતી હોય તે ટીવી કે મીડીયામાં આવે એટલે તેની અસર શરૂ થઈ જાય.કોઈ પણ હાલી-મવાલી પોતાનો અમૂલ્ય ઓપીનીયન આપીને ઘટનાનું એનાલીસીસ કરવા લાગે.ચારે બાજુ ચર્ચાઓ થવા લાગે,રામ રાજ્યમાં કંઈક ના બનવાનું બની ગયુ તેવો ભાસ ઊભો થાય.

દયા તો પેલાં આઠ-દસ વ્યક્તિઓની આવે જેઓ ટીવી પર આવવા માટે હિરોગીરી કરવાં જતા મફતમાં વિલન બની ગયાં.સમ્રગ ઘટનાનું મુખ્ય પાત્ર હતી પેલી કથિત ત્રાસીત છોકરી કે જે મધરાતે આઠ-દસ પુરૂષોની અડફેટે ચઢી ગઈ હતી.પરંતુ એક વાત ખૂબ જ મહત્વની છે કે તે છોકરી શરાબી છે,અને બાર ગર્લને સારી કહેવડાવે તેવા ધંધા કરે છે.સસ્તી પબ્લિસીટી માટે કરેલા સ્ટંટનું પરીણામ અત્યારે પેલા આઠ-દસ છોકરાઓ ભોગવે છે.તેમને ફાંસી દેવાની વાત થાય છે.

ફાંસી દેવી જ હોય તો તે ચેનલના રીપોર્ટરને આપો જેણે સમ્રગ ઘટનાને બીજે દિવસે મસાલા સાથે ચેનલ પર રજૂ કરી.ફાંસી આપવી જ હોય તો તે કેમેરામેનને આપો જેણે નશામાં ધૂત બાર-બાળાની સસ્તી પબ્લિસીટી માટે પેલા આઠ-દસ લોકોનો હાથાં તરીકે ઉપયોગ કર્યો.આ ઘટનાં ઉદાહરણ બનવી જોઈએ જેથી કોઈ રીપોર્ટર હિરો બનવાની કે આમ નાગરીકો ટીવી પર આવવાની લાલચને કારણે સાર્વજનિક સ્થળ પર કોઈ સાથે ક્ષોભજનક વ્યવહાર ના થાય.

ટીવી પર આવેલા ફૂટેજમાં સચ્ચાઈ એ છે કે હાજર રહેલા વ્યક્તિઓમાંથી કોઈએ પણ છોકરીની સાથે છેડતીની કોશીશ નથી કરી.નશામાં ધૂત છોકરી પેલા પુરૂષોને ઉકસાવી રહી હતી,શરમજનક વ્યવહાર કરવાં માટે.

મહિલા મુક્તિ મોર્ચા વાળા કે વુમન રાઈટ્સ વાળા એવી બૂમરાણ મચાવશે કે સ્ત્રીઓને પણ હરવા-ફરવાનો,સ્વતંત્ર રીતે વર્તવાનો(દારૂ પીવાનો) પૂરતો અધિકાર છે.કોઈ છોકરીગમે તેટલાં ટૂંકા વસ્ત્રો પહેરે,ડાંસ કરે,લોકોને સીડ્યુસ કરે.કોઈ પુરૂષને તે સ્ત્રીને હાથ અડકાડવાનો હક થોડો મળી જાય??-જવાબ છે સ્ત્રીઓ કાંઈ શની-શિંગણાપુરની સ્ટેટ બેંક થોડી છે કે તેના દરવાજા ખુલ્લાં હોય તોપણ શનિ ભગવાનની બીકે કોઈ ચોર ત્યાં ચોરી કરવાની હિંમત ના કરે.ઈતિહાસ સાક્ષી છે કે પુરૂષપ્રધાન સમાજમાં ભલે નારી શક્તિ ઝીંદાબાદનાં નારા લાગતા હોય પણ જ્યારે કોઈ સ્ત્રી તેની મર્યાદા ચૂકી ગઈ છે ત્યારે પુરૂષો ઈમાનદારી દાખવી શક્યાં નથી.એવા સમયે ઈમાનદારી દાખવવી જરૂરી પણ નથી.આવું નાટક તો પુરાણોના સમયથી ચાલ્યું આવે છે,જ્યારે અપ્સરાઓ ૠષિમુનિઓને સીડ્યુસ કરતી.'આ બૈલ મુજે માર' વાળી કહેવત મુજબ જ.

તખ્તાઓ બદલી દો,તાજ બદલી દો,બેઈમાન સમાજ બદલી દો.પરંતુ જ્યારે-જ્યારે સ્ત્રીઓ તેની મર્યાદા ચૂકશે ત્યારે-ત્યારે એક ગૌહાટીકાંડ થવાનો અંદેશો મળશે.

Share/Bookmark